Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

સુરત ગુરૂકુલમાં ૫૫૦૦૦ ભકતો દ્વારા દૂધથી અભિષેક

રાજકોટ ગુરૂકુલની શાખામાં પ્રભુ પ્રાગટય પર્વની ઉજવણી

રાજકોટ, તા.૧૮: સ્‍વામિનારાયણ ભગવાનના પ્રાગટય ઉત્‍સવની ઉજવણી શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ વેડરોડ સુરતમાં કરવામાં આવી. વહેલી સવારે ૩:૩૦ વાગે શ્રી હરિકળષ્‍ણ મહારાજનું પૂજન શ્રી દિવ્‍ય સ્‍વામીએ શ્રી ધર્મવલ્લભદાસજી સ્‍વામી પાસે વૈદિક વિધિથી કરાવ્‍યું. દૂધ દહીં ઘી મધ સાકર આદિ પંચામળત તથા ચંદન અને કેસર જળથી ભગવાનને તાાન કરાવીને આરતી કરવામાં આવી હતી.

અખંડ ભગવત્‌ પરાયણ શ્રી જોગી સ્‍વામીના હસ્‍તે સને ૨૦૦૩ની સાલમાં હરિકળષ્‍ણ મહારાજનો અભિષેક વિધિ શરૂ કરવામાં આવેલ.  તેઓએ આશીર્વાદ આપતા કહેલું કે જે ભક્‍તો પદયાત્રા કરતા ભગવાનને અભિષેક કરવા માટે દર મહિનાની સુદિ નોમના દિવસે આવશે તેના મનોરથ - માનતા - ઇચ્‍છા ભગવાન પૂર્ણ કરશે. આજ ૫૫૦૦૦ ઉપરાંત ભક્‍તો અભિષેક કરવા માટે આવ્‍યા હતા. અભિષેકના પ્રસાદિના દૂધમાં  સાકર નાંખી સંતોના હસ્‍તે હરિભકતોને અપાતા નાના બાળકો તથા મોટા સહુએ પ્રેમથી પાન કરતા જોવા મળ્‍યા હતા.

શ્રી પ્રભુ સ્‍વામીના કહ્યા અનુસાર આજે ભગવાન શ્રી રામચંદ્રજી તેમજ ભગવાન શ્રી સ્‍વામિનારાયણનો પ્રાગટય દિન હોવાથી ૫૫ પંચાવન હજાર ઉપરાંત મહિલા પુરુષો તથા બાળકો ભગવાનને અભિષેક કરવા ઉમટી પડેલ. જેમાં ૫૫,  ઉપરાંત ભક્‍તો પદયાત્રા કરતા આવનાર સર્વે ભાવિકોએ યજ્ઞ નારાયણને આહુતીઓ અર્પી ધન્‍યતા અનુભવેલ હતી.

(3:38 pm IST)