Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

રાજ્યમાં હજુ આગામી 6 દિવસ આકરો ઉનાળો સહન કરવો પડશે : 25મી સુધી ગરમીમાં રાહત મળવાના એંધાણ નથી

સૌરાષ્ટ્રમાં અમરેલી, જુનાગઢ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં તાપમાન ઉંચુ રહેશે.

અમદાવાદ : રાજ્યમાં હાલ ગરમીનું પ્રમાણ વધતા હવામાન વિભાગ દ્વારા હિટવેવનું એલર્ટ આપવામાં આવ્યુ છે. કાળજાળ ગરમીથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. ત્યારે આ કાળજાળ ગરમીથી લોકોને 25 એપ્રિલ સુધી રાહત મળવાના કોઈ એંધાણ હાલ દેખાતા નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 25મી એપ્રિલ સુધી આકરી ગરમી પડવાની સંભાવના છે. રાજ્યમાં સરેરાશ તાપમાન કરતા 2 ડિગ્રી તાપમાન વધુ રહેશે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ આગામી 25 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમીમાંથી કોઈ રાહત મળશે નહીં. આ તરફ સૌરાષ્ટ્રમાં અમરેલી, જુનાગઢ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં તાપમાન ઉંચુ રહેશે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને કપડવંજમાં ગરમીનો પારો ઉંચકાશે. ઉત્તર ગુજરાતમાં હિંમતનગર, અને ઈડરમાં તાપમાન ઉંચુ રહેવાની સંભાવના છે.

 

રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રી કે તેથી ઉંચુ જવાની સંભાવના છે. સામાન્ય રીતે એપ્રિલના દિવસોમાં તાપમાન 40 થી 41 ડિગ્રી રહે છે. જેના બદલે હાલ તાપમાન 43 થી 44 ડિગ્રી સુધી જવાની સંભાવના છે. મે મહિનામાં પણ આકરી ગરમી પડવાની સંભાવના છે. હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ હિટવેવનો રાઉન્ડ 2016 અને 2018ની પેટર્ન મુજબનો છે. છેલ્લા 10 વર્ષના આંકડા મુજબ 2016, 2018 અને 2024 સૌથી ગરમ શહેર રહ્યા છે. 2024માં એપ્રિલ મહિનામાં ત્રીજા સપ્તાહમાં તાપમાનનો રેકોર્ડ તૂટ્યો છે.

 

(9:55 pm IST)