Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

અટલજી, અડવાણીજી જીતેલા તે બેઠક પરથી બીજી વખત લડવાનો આનંદ : અમિતભાઇ શાહ

ગાંધીનગર બેઠકમાં ભવ્‍ય વિજયના વિશ્વાસ સાથે કેન્‍દ્રીય ગૃહમંત્રીની ઉમેદવારી :કેન્‍દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે ગાંધીનગરમાં ઉમેદવારી પત્ર રજુ કર્યા બાદ હસ્‍તાક્ષર કરેલ તે પ્રસંગની તસ્‍વીર.

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૯ : આજે ૧૨.૩૯ કલાકે ગાંધીનગર કલેકટર શ્રી મેહુલ દવે સમક્ષ કેન્‍દ્રના ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર શ્રી અમિત શાહે પોતાની ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું. આ સમયે રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ ઉપસ્‍થિત હતા.

ઉમેદવારી પત્ર ભર્યા બાદ અમીત શાહે પત્રકારો સમક્ષ વાતચીત કરતા જણાવ્‍યું હતું કે, મને ગૌરવ છે કે, આ બેઠક ઉપરથી અગાઉ અડવાણીજી, અટલજી ભારે બહુમતીથી જીત્‍યા હતા. હું આનંદની લાગણી અનુભવું છું કે, આ બેઠક ઉપરથી બીજી વખત ઉમેદવારી નોંધાવી છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, ખૂબ જ મોટી સરસાઇથી ગાંધીનગર મત વિસ્‍તારના મતદારો મને જીતાડશે.

તેમણે છેલ્લા પાંચ વર્ષમાં ૨૨ હજાર કરોડના વિકાસની વાત દહોરાવી હતી અને વડાપ્રધાન સતત ત્રીજી વખત નરેન્‍દ્રભાઇ મોદી બનશે. ૪૦૦ કરતા વધારે બેઠકો સાથે વિજય થવાનો નક્કી છે. હું ફરીથી નમ્ર અપીલ કરૂં છું મને જંગી બહુમતીથી જીતાડશો

(3:28 pm IST)