Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

રાજપૂતોના અલ્‍ટિમેટમથી પણ કેમ ન ડર્યુ ભાજપ : ગુજરાતમાં ક્ષત્રિયોની કેવી છે તાકાત ?

નવી દિલ્‍હી, તા.૧૯: લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ગુજરાતમાં રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર અને કેન્‍દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી વિરૂદ્ધ રાજપૂતોનું અલ્‍ટિમેટમ પૂર્ણ થઇ રહ્યું છે. ભાજપ તેમ છતા રૂપાલાને રાજકોટથી જ ચૂંટણી લડાવવા માંગે છે. રાજપૂતોનું કહેવું છે કે જો રૂપાલાની ટિકિટ કાપવામાં ના આવી તો તે લોકસભા ચૂંટણીમાં ભાજપનો બહિષ્‍કાર કરશે. ગુજરાત સિવાય ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્‍થાન જેવા રાજ્‍યમાં પણ રાજપૂતોનો ગુસ્‍સો જોવા મળી રહ્યો છે. અમિત શાહે ગુરૂવારે રૂપાલાનું સમર્થન કર્યું હતું અને કહ્યું કે તેમણે પુરા મનથી માફી માંગી લીધી છે.

રિપોર્ટરે કેન્‍દ્રીય ગળહમંત્રી અમિત શાહને રૂપાલા વિવાદ મામલે પ્રશ્‍નો પૂછયો હતો કે રાજકોટમાં રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે, તેમણે જવાબમાં કહ્યું કે ‘મને લાગે છે તમારી ચેનલ સિવાય કોઈને આંખમાં વિરોધ નથી'.

અમિતભાઇ શાહે કહ્યું, ‘મને પાક્કો વિશ્વાસ છે કે અમે ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર જીત મેળવીશું. આટલું જ નહીં પહેલા કરતા વધુ અંતરથી જીત મળશે.

રાજકોટમાં જ દલિત સમાજના એક નાના આયોજનમાં રૂપાલાએ કહ્યું હતું, ‘કેટલાક અન્‍ય લોકો પણ હતા જેમણે અમારે ત્‍યાં શાસન કર્યું. આવું જ અંગ્રેજોએ કર્યું અને તેમણે અમારા શોષણમાં કોઇ કસર છોડી નથી. અહીં સુધી કે ત્‍યારના રાજા અને શાહી ખાનદાનના લોકો અંગ્રેજો આગળ ઝુકી ગયા હતા, તેમની સાથે પારિવારિક સંબંધો હતા, તેમને રોટી અને બેટીનો સંબંધ રાખ્‍યો.'

પાટીદાર સમાજમાંથી આવતા રૂપાલાના આ નિવેદનને ક્ષત્રિયોએ આંદોલન શરૂ કર્યું હતું અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી. રૂપાલાના વિવિધ જગ્‍યાએ વિરોધ છતા પણ ભાજપ પર તેની કોઇ અસર જોવા મળી નહતી.

ગુજરાતના રાજકારણમાં પટેલોની મજબૂત પકડ છે. લેઉવા અને કડવા પટેલોની વસ્‍તી મુખ્‍ય રીતે સૌરાષ્‍ટ્રમાં વધારે જોવા મળે છે. પટેલ લોબીની તાકાત એટલી છે કે ગુજરાતમાં વર્તમાન મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ પણ આ સમાજમાંથી જ આવે છે, તેમના પહેલા ૫ મુખ્‍યમંત્રી પણ પટેલ રહી ચુકયા છે.

પટેલોની ગુજરાતમાં વસ્‍તી ૧૨થી ૧૫ ટકા જેટલી છે. આ મત એકજુટ થઇને પડતા રહ્યાં છે. એવામાં ભાજપ તેને વધુ મહત્ત્વના ગણે છે. રાજપૂતોની ગુજરાતમાં વસ્‍તી ૪થી ૫ ટકા જેટલી છે. ભાજપ નેતળત્‍વનું માનવું છે કે રૂપાલાએ આ મામલે બે વખત માફી માંગી લીધી છે, એવામાં ક્ષત્રિય સમાજે હવે આ મુદ્દાને ખતમ કરી દેવો જોઇએ. ગુજરાતના કેટલાક શહેરોમાં રૂપાલા વિરૂદ્ધ પોસ્‍ટર લગાવવામાં આવી રહ્યાં છે અને રાજપૂત સંગઠનોનું કહેવું છે કે અમે ભાજપને હરાવવા માટે દરેક જગ્‍યાએ ઉમેદવાર ઉભા કરીશું.

ભાજપને ક્ષત્રિયોનો વધુ ડર નથી. રાજ્‍યમાં ક્ષત્રિયોની વસ્‍તી ૧૫ ટકાની નજીક છે પરંતુ તેમનો મોટો ભાગ ઓબીસીમાં જાય છે. આ દેશના બીજા રાજ્‍યથી અલગ સ્‍થિતિ છે. જ્‍યા રાજપૂતો જનરલમાં આવે છે. એવામાં ગુજરાતમાં જનરલમાં આવતા રાજપૂતોની સંખ્‍યા ૪થી ૫ ટકા જ છે. આ રીતે રાજપૂતોમાં જ ભાગલા પડેલા છે. કોળી અને બીજા ઓબીસી ક્ષત્રિયોને સાથે લાવવા રાજપૂત નેતાઓ માટે મુશ્‍કેલ હશે. આ કારણે ભાજપ રાજપૂતોના ગુસ્‍સાના બદલે પટેલ સમાજના નેતા પરશોત્તમ રૂપાલાને હટાવવા માંગતી નથી

(3:59 pm IST)