Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

બૂથ પર પાંચ ન્‍યાયની વાત પહોંચાડની જીજ્ઞેશ મેવાણીની હાકલ

રાજકોટ : આજે શહેરમાં યોજાયેલા સંમેલનમાં જિજ્ઞેશ મેવાણીએ જણાવ્‍યું હતું કે, એક સરદાર પટેલ અને બીજી તરફ છોટે સરદારના વહેમમાં રાચતા દિલ્‍હીમાં પંતુજીઓ છે. બેરોજગારી અને મોંઘવારીના કારણે ગુજરાત ત્રસ્‍ત છે. વિનાશકાળે વિપરીત બુદ્ધિની જેમ પુરુષોત્તમ રૂપાલાની જીભ લપસી છે. આ ક્ષત્રિય સમાજ નહીં પણ પૂરા દેશની બહેનોનું અપમાન છે. કડવા અને લેઉવાને અલગ કરીશું તો સરદાર પટેલનું અપમાન ગણાશે. ૪૦૦ રૂપિયામાં મળતો ગેસનો બાટલો ૧૨૦૦ રૂપિયાનો થયો.

 

 બૂથ પર ૫ ન્‍યાયની વાત પહોંચાડજો. ૫ વર્ષમાં ૩૦ લાખ સરકારી નોકરી, ડિપ્‍લોમા, ડિગ્રીવાળાને ૧ વર્ષ સુધી ૧ લાખ, પરિવારની એક મહિલાને એક વર્ષ સુધી ૧ લાખ, ખેડૂતોને ટેકા માટે કાયદો અને દેવા માફી, શ્રમજીવીને ૪૦૦થી ઓછું વેતન ચૂકવવામાં નહીં આવે. આ વચનો બૂથ બૂથ પર કહેજો

 

(4:17 pm IST)