Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

પવનની દિશા બદલાતા ગુજરાતભરમાં થશે મોટી અસર, જાણો સૌથી મોટી અને ભયાનક આગાહી

અમદાવાદ: ગુજરાતીઓ હાલ કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે પવનની દિશા બદલાત ગરમીમાં રાહત મળવાના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં રાજ્યના સામાન્ય વાતાવરણ બની રહેશે. પવનની દિશા બદલાતા ગરમીથી આંશિક રાહત મળશે. તમને જણાવી દઈએ કે હાલ ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 41 ડિગ્રીથી ઉપર પહોંચી ચૂક્યું છે.

રાજ્યમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળે તેવા અણસાર છે. પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થશે. 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. આગામી 24 કલાક સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી કરાઈ છે. પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં હીટવેવની આગાહી કરાઈ છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રમાં તો ગરમીનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ નોંધાયું છે. ગરમી અને ભેજના કારણે દરિયાઈ વિસ્તારોમાં અસર અનુભવાય રહી છે. ગઈકાલે અમરેલીમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે કે, આગામી 24 કલાકમાં પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થશે. જેના કારણે લોકોને રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. પશ્ચિમી પવનો ફૂંકાવવાથી વાતાવરણમાં ભેજ રહેશે. જેથી તાપમાનનો પારો આગામી દિવસોમાં સ્થિર રહેશે. આ તમામ વાતો વચ્ચે પણ અમદાવાદમાં તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ગરમીનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. પવનની દિશા બદલાઈ છે જેથી તાપમાન સામાન્ય રહેશે, પરંતુ તેની અમદાવાદમાં સામાન્ય અસર વર્તાશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે જઈ શકે છે.

હાલ રાજ્યમાં અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પશ્ચિમ તરફથી હવા ચાલી રહી છે. જેના લીધે વાદળ બને છે. જોકે, આ વાદળોને લીધે વરસાદ પડવાની સંભાવના નથી. માત્ર વાદળ બનશે અને તે દૂર થઇ જશે. કાલથી (બુધવાર) રાજ્યના વાતાવરણમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. ક્યાંક ગરમીમાં થોડી રાહત અનુભવાઇ રહી છે, તો ક્યાંક પવન ફૂંકાઇ રહ્યા છે. હાલ હવાને કારણે ગુજરાતમાં તાપમાન ઘટ્યું છે. જ્યારે એક-બે ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે.

અમદાવાદના તાપમાનમાં ફેરફારની કોઇ સંભાવના નથી, રાજ્યમાં બે-ત્રણ દિવસ બાદ તાપમાન યથાવત રહેશે એટલે સ્થિર રહેવાની સંભાવના છે. અત્યારે તાપમાન સામાન્ય કરતાં એકાદ ડિગ્રી વધુ છે તે ઘટીને નોર્મલ થવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ એક અઠવાડિયું ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી. સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર, તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઘટી શકે છે. ભારતમાં હીટવેવ કે અત્યંત તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળે છે. હવે તો માર્ચ મહિનાના અંતથી હીટવેવની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે છે. પરંતું તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો નહિ આવે.

આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 27 એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી 43 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે. જોકે, 10 થી 12 મેંમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે. આકરી ગરમી વચ્ચે ચોમાસું સારુ જવાની આગાહી આવી છે. જે ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે. આગાહી મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ખૂબ સારુ રહેશે.

દેશમાં 104 થી 110 ટકા વરસાદ નોંધાશે. દેશમાં સરેરાશ 89 CM વરસાદ પડી શકે છે. ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ 666.8 mm વરસાદ નોંધાવાની શક્યતા છે. દેશમાં ચોમાસું 1 જુન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે. તો ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાય તેવી આશંકા છે. અલનીનોની અસર ઘટતા ચોમાસું સારું રહેશે.

(5:08 pm IST)