Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

નિવૃત તત્કાલીન કલેકટર એસ.કે.લાંગા ગાંધીનગર અને તેના પુત્ર પરિક્ષીત શંકરદાન ગઢવી વિરૂધ્ધ ૧૧,૬૪,૨૮,૦૮૩ની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરતી એસીબી

ગાંધીનગર :  એસ.કે.લાંગા, આઈ.એ.એસ.(નિવૃત), વર્ગ-૧, તત્કાલીન કલેક્ટર, ગાંધીનગર નાઓએ પોતાની રાજય સેવક તરીકેની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુર ઉપયોગ કરી ઇરાદા પુર્વક ગેર કાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ગેર કાયદેસર રીત રસમો અપનાવી નાંણા મેળવી તે નાંણાનો ઉપયોગ કરી પોતાના તથા પુત્ર પરિક્ષીત શંકરદાન ગઢવીના નામે સ્થાવર/જંગમ મિલ્કતોમાં રોકાણ કરી એકબીજાને મદદગારી કરી તા.૦૧.૦૪.૨૦૦૮ થી તા.૩૦.૦૯.૨૦૧૯ સુધીના સમયગાળા દરમ્યાન પોતાની કાયદેસરની કુલ આવક રૂ.૫,૮૭,૫૬,૯૩૯/- (અંકે રૂપિયા પાંચ કરોડ સીત્યાસી લાખ છપ્પન હજાર નવ સો ઓગણચાલીસ રૂપિયા પુરા) ની સામે તેઓએ કૂલ ખર્ચ અને રોકાણ રૂ. ૧૭,૫૯,૭૪, ૬૮૨/- (અંકે રૂપિયા સત્તર કરોડ ઓગણસાઈઠ લાખ ચુંમોત્તેર હજાર છસ્સો બ્યાંસી રૂપિયા પુરા) કરેલ છે.

     તેઓએ ભ્રષ્ટ રીત-રસમો અપનાવી, હોદ્દાનો દુરઉપયોગ કરી, ગેરકાયદેસર રીતે નાણાં મેળવી, સ્થાવર/જંગમ મિલકતોમાં તેઓની કાયદેસરની આવક કરતા રૂ.૧૧,૬૪,૨૮,૦૮૩/- (અંકે અગિયાર કરોડ ચોસઠ લાખ અઠયાવીસ હજાર ત્યાંસી રૂપિયા પુરા) એટલે કે, ૧૯૮.૧૫ % જેટલુ વધારે રોકાણ કરી અપ્રમાણસર મિલકત વસાવેલ હોવાનું તપાસ દરમ્યાન જણાઈ આવેલ છે.

   ઉપરોકત સમયગાળા દરમ્યાન આક્ષેપિત એસ.કે.લાંગાએ તેમના પુત્રના નામે ઘણી બધી મિલ્કતો વસાવેલ છે. તે મિલ્કતો ખરીદી કરતાં અગાઉ દરેક વખતે તેમના પુત્રએ પોતાના નામની પ્રોપરાઈટરશીપ ફર્મ (શેલ કંપની) માં ટુકડે ટુકડે રોકડ નાંણા જમા કરાવી ત્યારબાદ તે રોકડ નાંણા પોતાના બચત ખાતામાં ટ્રાન્સફર લઈ તે એકાઉન્ટમાંથી મિલ્કતો ખરીદ કરેલ છે.

    આમ, આક્ષેપિતે ભ્રષ્ટાચારથી એકત્ર કરેલ નાંણાને પોતાના પુત્રની શેલ કંપનીમાં રોકડ સ્વરૂપે રૂ.૫,૪૪,૯૨,૨૯૦/- જમા કરી/કરાવી ભ્રષ્ટાચારના નાંણાથી પુત્રના નામે મિલ્કતો ખરીદેલ હોવાનું પ્રાથમીક દ્રષ્ટીએ જણાયેલ છે. 

  જેથી આક્ષેપિત એસ.કે.લાંગા, આઈ.એ.એસ. (નિવૃત), વર્ગ-૧, તત્કાલીન કલેક્ટર, ગાંધીનગર અને તેઓના પુત્ર પરિક્ષીત શંકરદાન ગઢવી નાઓ વિરૂધ્ધ અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૧૪/૨૦૨૪ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ ની કલમ ૧૩(૧) (ઈ) તથા ઈ.પી.કો.કલમ- ૧૦૯ સાથે વંચાણે લેતાં તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ (સુધારા અધિનિયમ-૨૦૧૮) ની કલમ-૧૨ તથા ૧૩(૧)(બી), ૧૩(૨) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. 

  ઉકત કેસ બાબતે તથા અન્ય કોઈ સરકારી અધિકારી/કર્મચારીની અપ્રમાણસરની તથા બેનામી મિલકતો (જેવી કે ખેતીની જમીન /પ્લોટ/મકાન/ઓફિસ/દુકાન/વાહન/બેંક લોકર/બેંક એકાઉન્ટ વિગેરે) તથા જેમના નામે બેનામી મિલકતો વસાવવામાં આવેલ છે તેવા ઈસમોની સચોટ અને વિસ્તૃત માહિતી તથા તે બાબતે તેઓની મિલ્કતો/બંગ્લોઝ/વાહનો અંગેના ફોટોગ્રાફસ મેળવી અને એ.સી.બી. કચેરીના ફોન નં.૦૭૯- ૨૨૮૬૯૨૨૮ ફેક્સ નં.૦૭૯-૨૮૬૬૭૨૨ ઈ-મેલ:astdir-acb-f3@gujarat.gov.in વૉટસ એપ નં.૯૦૯૯૯ ૧૧૦૫૫ ટોલ ફ્રી નં. ૧૦૬૪ અથવા રૂબરૂ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો અમદાવાદની કચેરીનો વર્તમાન ગાઈડ લાઈન મુજબ સંપર્ક કરી અને માહિતી સી.ડી અથવા પેનડ્રાઈવમાં મોકલવા નાગરિકોને આહવાન કરવામાં આવે છે.

   
(9:35 pm IST)