Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

યુવાનની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો

યુવાન અસ્થિર મગજનો હતો

અમદાવાદ,તા.૧૮ : અમદાવાદ શહેરમાં હત્યાની ઘટનાનો ગ્રાફ ઉંચો જતો જાય છે. ત્યારે શહેરકોટડા વિસ્તારના મેમેકો બ્રિજ નીચેથી યુવકની ત્રીક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવવાની ઘટનાને પગલે સ્થાનિક પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. ત્યારે યુવક મૂળ ઉત્તરપ્રદેશનો અને છેલ્લા અનેક દિવસોથી બહેનના ઘરે બાપુનગર ખાતે રહેતો હતો. સાથેજ માનસિક અસ્થિર યુવક હોઈ જેની સારવાર હોસ્પિટલ ખાતે ચાલતી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે અવાર નવાર મેમકો બ્રિજ નીચે થતી લૂંટોનાં પગલે વહેલી પરોઢિયે લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાનું સ્થાનિકોમાં ચર્ચા થવા પામી હતી.જે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

(9:48 pm IST)