Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

રાજપીપળા ડેપોમાં એક મહિલા સાથે ચાલુ એસટી બસે અડપલા કરનાર યુવાનની પિટાઇ

મહિલા વડોદરાથી રાજપીપળા આવવા બસમાં બેઠી હોય ચાલુ બસે અડપલાં કરનાર યુવાનની રાજપીપળા ડેપોમાં પિટાઇ થતા લોકટોળા ઉમટી પડ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા એસટી ડેપોમાં શુક્રવારે સાંજે મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં જાણવા મળ્યા મુજબ વડોદરાથી રાજપીપળા આવતી બસ માં બેઠેલી એક મહિલા સાથે અજાણ્યો યુવાન ચાલુ બસે અડપલાં કરતો હોય ગભરાય ગયેલી મહિલાએ રાજપીપળા નજીક બસ આવતા તેના સંબંધીને ટેલિફોનિક જાણ કરતા ડેપોમાં બસ ઉભી રહ્યા બાદ અડપલાં કરનાર યુવાન નીચે ઉતરતાજ મહિલાએ બોલાવેલા વ્યક્તિ એ આ યુવાન ની જાહેર માં પિટાઇ શરૂ કરતાં યુવાન મહિલા ના પગે પડી માર નહિ મારવા આજીજી કરતો રહ્યો પરંતુ ગુસ્સે ભરાયેલા વ્યક્તિએ ઉપરા છાપરી  લપડાકો મારતા લોકટોળા એકઠાં થયા બાદ આખરે આ યુવાનને જતો કર્યો હતો.આવી ઘટના બાદ એસટી ડેપો માં હમેશ માટે પોલીસ પોઇન્ટ મુકવો જરૂરી જણાય છે.

(11:15 pm IST)