Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

આબુરોડ ચંદ્રાવતિ બ્રિજ પર કાર અકસ્માતમાં જામનગરના બાંગા ગામના પટેલ પરિવારના ત્રણના મોતઃ પાંચને ઇજા

રાજકોટ તા. ૧૯: આબુ રોડના ચંદ્રાવતિ બ્રિજ નજીક ગુરૂવારે મોડી રાતે રાજકોટની કાર ડિવાઇડર ઠેંકી સામેના રોડ પર જઇ રહેલી કાર સાથે અથડાતાંમુળ જામનગરના બાંગા ગામના અને હાલ મથુરા સ્થાયી થયેલા પટેલ પરિવારના ત્રણના મોત નિપજ્યા હતાં. જ્યાર બંને કારના મળી પાંચ લોકોને ઇજા પહોંચી હતી. મૃતક પરિવારના સભ્યો તેમના પિતાનું મથુરા અવસાન થયું હોઇ ત્યાં અંતિમક્રિયા કરીને પરત આવી રહ્યા હતાં ત્યારે આ અકસ્માત નડ્યો હતો.

જાણવા મળ્યા મુજબ આબુ રોડ પર ચંદ્રાવતી બ્રિજ ઉતરતી વખતે રાજકોટની કાર જીજે૦૩એફડી-૯૮૦૯ના ચાલકને ઝોકુ આવતાં કાબુ ગુમાવતાં કાર બ્રિજના કટ પાસે ડિવાઇડરમાં અથડાયા બાદ રોગ સાઇડમાં આબુ પાલનપુરથી આબુરોડ તરફ જતી કાર આરજે૨૨સીબી-૪૧૬૫ સાથે ધડાકાભેર અથડાતાં ત્રણના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં.

બનાવની જાણ થતાં રિકો પોલીસ સ્ટેશનના સ્ટાફે પહોંચી ઘાયલોને હોસ્પિટલે ખસેડ્યા હતાં અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવા પ્રબંધ કર્યો હતો. આ અકસ્માતમાં મેહુલભાઇ વિરલભાઇ રાબડીયા (પટેલ) (ઉ.વ.૨૫), રજનીકાંત ગોવિંદભાઇ રાબડીયા (ઉ.વ.૪૧) અને મીરાબેન વિઠ્ઠલભાઇ પટેલ (રહે. બધા બાંગા-જામનગર)નો સમાવેશ થાય છે.

જ્યારે કાર ચાલક નાના મવા રોડના ગિરધરભાઇ વલ્લભભાઇ પટેલ (ઉ.વ.૪૮) તથા પુખરાજ (ઉ.૩૮), તથા તેજપાલ માંગીલાલ સોની (રહે. જવાળી પાલી) તેમજ અર્જુનરામ ભંવરલાલ માળી (ઉ.૫૨-રહે. જેતરણ)ને ઇજાઓ થઇ હતી.

જાણવા મળ્યા મુજબ પટેલ પરિવારના સભ્યો ઉત્તરપ્રદેશના મથુરામાં રહેતાં પિતાનું આકસ્મિક અવસાન થતાં અંતિમક્રિયામાં ગયા હતાં.  ત્યાંથી પરત આવતી વખતે અકસ્માત નડ્યોહ તો. આ પરિવારજનો મુળ જામનગરના બાંગાના વતની છે. અગાઉ ચારેક વર્ષ પહેલા રાજકોટ માલવીયાનગર વિસ્તારમાં રહેતાં હતાં. હાલમાં મથુરામાંલાદીનો શો રૂમ કર્યો હોઇ ત્યાં રહે છે. મૃતકોની અંતિમવિધી વતન બાંગા ગામે કરવામાં આવી છે.  બનાવને પગલે પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો છે.

(12:49 pm IST)