Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

અમદાવાદમાં યુવકની સગાઇ થતા યુવતિએ સંબંધો કાપી નાખીને અપશબ્‍દો કહેતા યુવકે યુવતિને કોલગર્લ દર્શાવી મોબાઇલ નંબર વાયરલ કરી દીધા

અમદાવાદ: હાઇટેક યુગમાં ટેક્નોલોજીનો વ્યાપ વઘતા સોશિયલ મીડિયાનો દુરૂપયોગ કરતા હોય છે. સોશિયલ મીડિયા મારફતે યુવતીઓ પરેશાન કરવી એક તરફી પ્રેમનો બદલો કે સામાજિક બદલો લેવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. સાયબરક્રાઇમના ગુનાઓની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો થતો રહે છે. આવા જ એક આરોપીને સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી લેવાયો છે. જેણે બનાવટી ફેસબુક એકાઉન્ટ બનાવી યુવતીને કોલગર્લ હોવાનું દર્શાવી તેનો મોબાઇલ નંબર વાયરલ કરીને દુષ્પ્રચાર કર્યો હતો.

સાયબર ક્રાઇમે સાબરકાંઠાના રોશન મહેતા નામના આરોપીને ઝડપી પાડ્યો છે. ટીવાય બીકોમ સુધીનો અભ્યાસ કરી ચુકેલા આરોપીએ લગ્ન માટે Shadi.com ફર પોતાની પ્રોફાઇલ બનાવી હતી. આ દરમિયાન તેનો સંપર્ક ફરિયાદી યુવતી સાથે થયો હતો. ફરિયાદએ લગ્ન માટે સાઇટ પર પ્રોફાઇલ બનાવી હતી. બંન્નેએ એક બીજાના મોબાઇલ નંબરની આપ લે કરી હતી. જો કે આરોપી રોશનની સગાઇ થતા યુવતીએ તેની સાથે સંબંધો કાપી નાખ્યા હતા. તેને જેમ તેમ બોલી હતી.

જેથી ગુસ્સે ભરાયેલા રોશને એક મિત્રના બીજા નંબર પરથી ફેસબુક એકાઉન્ટ બનાવીને યુવતીને બદનામ કરવા માટેનુ કાવત્રુ રચી નાખ્યું હતું. યુવતીનો ફોન નંબર તથા કેટલીક તસ્વીરો સાથે તે કોલગર્લ હોવાનું દર્શાવીને વાયરલ કર્યું હતું. યુવતીને અનેક જણાના બિભત્સ ફોન આવવા લાગતા સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો. પોલીસે ફરિયાદ આપી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધારે તપાસ આદરી છે.

(4:26 pm IST)