Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

અમદાવાદમાં સોશિયલ મીડિયામાં યુવકનું ફેક આઈડી બનાવી કોલ ગર્લ લખી મેસેજ વાયરલ કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ:સોશિયલ મિડિયાનો દિન પ્રતિદિન દૂર ઉપયોગ થઇ રહ્યો છે, અમદાવાદની યુવતીની સગાઇની વાત તલોદના યુવક સાથે ચાલતી હતી, જો કે યુવકની સગાઇ બીજી છોકરી સાથે થતાં યુવતી ગુસ્સે થઇ હતી.

જેનો બદલો લઇ યુવતીને બદનામ કરવા યુવકે ફેક ફેસબુક એકાઉન્ટ નીચે મોબાઇલ નંબર અને કોલ ગર્લ લખ્યું હતું. કેસની વિગત એવી છે કે  અમદાવાદમાં રહેતી યુવતી લગ્ન માટે વેબ સાઇટ ઉપર ઓન લાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું,

બીજીતરફ તલોદમાં રહેતા રોશનકુમાર પ્રકાશચન્દ્ર મહેતા નામના યુવકે પણ લગ્ન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ જેથી પ્રોફાઇલમાંથી એક બીજાનો મોબાઇલ નંબર મેળવીને વાતચીતો કરતા હતા.  એક તબ્બકે તો બન્નેના લગ્નની વાતચીત પણ થઇ હતી પરંતુ સંજોગોવસાત યુવકની સગાઇ બીજી છોકરી થઇ હતી જેથી યુવતી યુવક ઉપર ગુસ્સે થઇ હતી અને મુદ્દે બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી.

(5:17 pm IST)