Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખારીકેટ કેનાલમાં કેમીકલવાળું પ્રદુષિત પાણી છોડવામાં આવતા ગંદકી જોવા મળી

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં વચ્ચોવચથી પસાર થતી ખારીકટ કેનાલને ત્રણેક વર્ષ પહેલાં મુકેશકુમાર કમિશનર હતા, ત્યારે ભારે જહેમત ઉઠાવીને સાફ કરાવાઈ હતી વર્ષોનો જામેલો કચરો બહાર કઢાયો હતો પરંતુ રાખ રખાવટના અભાવે ફરી હતી ગંદી-ગોબરી સ્થિતિ થવા માંડી છે.

ઠેર ઠેરથી કેમિકલયુક્ત ગંદુ પાણી ફરી ફુવારા મોઢે કેનાલમાં છોડાઈ રહ્યું છે. મુદ્દે અગાઉની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ રજૂઆત થઈ હતી. કેટલેક સ્થળે લાલ રંગના ફુવારા ભારે ફોર્સ સાથે ઉડી રહ્યા છે. આજે એક જગ્યાએથી છોડાતાં ગંદા પાણીનો વિડિયો વાયરલનો થયો હતો.

બાદમાં ગણતરીની મિનિટોમાં તે પાણી આવતું બંધ થઈ ગયાનો બીજો વિડિયો વાઇરલ થયો હતો. આમ કઈ રીતે બની શકે ? આનો અર્થ થયો કે જે પાણી છોડે છે તેની પાસે ઇચ્છે ત્યારે બંધ કરવાની સગવડ પણ છે. વિસ્તારના ત્રણેય ઝોનના એન્જિનિયરોને ક્યાં કઈ ફેક્ટરી કે જીઆઇડીસી- ઔદ્યોગિક ગૃહનું ગંદુ પાણી આવે છે તેની તમામ જાણકારી છે જ. પણ બંધ કરાવવાની કોઈની હિંમત નથી.

(5:17 pm IST)