Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

અમદાવાદ:નાસિકમાં રહેતા શખ્સે અમદાવાદના રોકાણકારોને લાલચ આપી 38.82 લાખની છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

અમદાવાદ:નાસિકમાં રહેતા શખ્સે શાહપુરની વિવિધ હોટેલોમાં મિટીંગો કરીને તેની કંપનીમાં રોકાણ કરવાથી બેથી ત્રણ ગણો ફાયદો થશે કહીને રોકાણકારોને લલચાવ્યા હતા. જેમાં જગતપુરના સીનીયર સિટીઝને રૂ.38.32 લાખનું રોકાણ કર્યું હતું. જોકે તેમને પાકતી મુદતે નાણાં આપી છેતરપિંડી કરતા તેમણે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગત મુજબ જગતપુરમાં રહેતા ચીમનભાઈ સોમાભાઈ (72)અગાઉ ભારત પેટ્રોલિયમ, એસ.આર.ઓઈલ અને નેરોલેક પેઈન્ટમાં ફરજ બજાવતા હતા અને હાલ નિવૃત  જીવન ગાળે છે. 2016માં ખાનપુરની લેમન ટ્રી હોટેલમાં ઉજ્જવલમ એગ્રો મલ્ટી સ્ટેટ કો.ઓ.સોસાયટીના મેનેજીંગ ચેરમેન અને એમ.ડી.અને નાસિકના રહેવાસી વિષ્ણુ આર.ભાગવતે મિટીંગ રાખી હતી.

જેમાં ચીમનભાઈને તેમના સંબંધી ભીખાભાઈએ જાણ કરતા બન્ને જણા તેમના અન્ય સંબંધી મણીલાલ ઉપરાંત, દિલીપભાઈ ગોસ્વામી, રાજેશભાઈ પંચાલ વગેરે ગયા હતા. જ્યાં વિષ્ણુભાઈએ અમારી સોસાયટીમાં નામાંનું રોકાણ કરશો તો બેથી ત્રણ ગણો ફાયદો થશે કહીને નામાનું રોકાણ કરવા સમજાવ્યા હતા. તે સિવાય 2018 સુધી દર મંગળવારે વિષ્ણુ ભાગવત દર મંગળવારે કામા હોટેલમાં આવી મિટીંગ કરતા હતા.

(5:17 pm IST)