Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

વડોદરા રોંગસાઈડે ટેમ્પો ચલાવનાર શખ્સને ઠપકો આપતા ઉશ્કેરાયેલ ડ્રાઈવરે બાઈક ચાલક પર હુમલો કરતા નાકમાં ફ્રેક્ચર

વડોદરા: શહેરમાં રાત્રે ૧૦ વાગ્યે રોંગસાઈડે ટેમ્પો ચલાવનારને ઠપકો આપનાર બાઈક ચાલક પર ટેમ્પા ચાલકે ઉશ્કેરાઈને હુમલો કરી નાક તોડી નાંખ્યું હતુ. જે અંગે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ગોરવા ગામ સોલંકી ફળિયામાં રહેતા ઉપેન્દ્ર જેન્તીભાઈ સોલંકીએ ગોરવા બીઆઈડીસીમાં કોર્મોનીકસ કંપનીમાં નોકરી કરે છે. ગઈકાલે તેની ભાણીની બર્થડે  હોઈ તેના ઘરે માંજલપુર ગામમાં જવા નિકળ્યો હતો. ઉપેન્દ્ર અને તેનો મિત્ર અજય રાજપૂત સેવઉસળ લઈને બાઈક પર માંજલપુરના મોનાલીસા એપાર્ટમેન્ટ પાસેથી જતા હતા. તે સમયે સામેથી રોંગ સાઈડ પર એક છોટાહાથી ટેમ્પાવાળો આવ્યો હતો. જેથી ઉપેન્દ્રએ હાથથી ઈશારો કરી ટેમ્પા ચાલકને ગાડી જોઈને ચલાવવાની ટકોર કરી હતી. જેથી ઉશ્કેરાયેલા ટેમ્પા ચાલકે થોડે દૂર જઈ  ટેમ્પો ઉભો રાખી નીચે ઉતરી ઉપેન્દ્રની નજીક આવીને માર મારવાનું શરૃ કર્યું હતુ. ટેમ્પામાંથી અન્ય બે હુમલાખોરોએ પણ ઉપેન્દ્ર અને તેના  મિત્ર અજયને માર માર્યો હતો. 

ઉપેન્દ્રએ બનેવી સંતોષ રાજપૂતને ફોન કરીને બોલાવ્યા તેઓ બે હુમલાખોરો ૧. જયદીપ રમેશભાઈ સોલંકી અને ૨. ચિરાગ ઉર્ફે ભોલુ અરવિંદભાઈ સોલંકી (બંને રહે. માંજલપુર ગામ)ને  ઓળખી ગયો હતો.  મારામારીમાં ઉપેન્દ્રના નાકના ભાગે ફેકચર થઈ ગયું હતુ.

(5:19 pm IST)