Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

વડોદરામાં લોકડાઉનમાં આર્થિક સંકટથી કંટાળી 35 વર્ષીય યુવકે ફાસો ખાઈ જીવનલીલા સંકેલી

વડોદરા: શહેરમાં કોરોના સંક્રમણના પગલે લોકડાઉનમાં નોકરી ધંધો બંધ થઈ જવાથી પરિવાર આર્થિક સંકટમાં આવી ગયુ હતુ. જેથી પરિવારના ૩૫ વર્ષના યુવકે હતાશ થઈને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે.

માણેજા રામદેવ ફળિયામાં રહેતા પ્રમોદ  મોહનભાઈ ચૌહાણ ઉ.વ.૩૫ છૂટક મજૂરી કામ કરતો હતો. પરંતુ કોરોનાના  કારણે તેને મજૂરીકામ મળતું બંધ થઈ ગયુ હતુ.  તેના પિતાની ઉંમર થતા તેમની પણ નોકરી છૂટી  ગઈ હતી.   જેથી પરિવાર આર્થિક ભીડનો સામનો કરી રહ્યું હતુ.

ગઈકાલે સાંજે પ્રમોદ અને તેની માતા સાથે બેસીને  ટી.વી. જોતા હતા.  સાતે વાગ્યે તેની માતા વાસણ ઘસવા ગઈ હતી. અને પિતા કામ અર્થે બહાર ગયા હતા. તેના પિતા બહારથી આવ્યા ત્યારે  જોયું તો  તેમનોપુત્ર પંખા પર લટકતો હતો.  ઉલ્લેખનીય છે કે પ્રમોદ અપરિણીત હતો.

સુરતના નાનપુરા વિસ્તારમાં સોસાયટીમાં બીજા માળેથી નીચે પટકાતા શખ્સનું ગંભીર ઇજાથી મૃત્યુ

સુરત:નવી સિવિલ થી મળેલી વિગત મુજબ નાનપુરા વિસ્તારમાં આવેલા સુફલામ સોસાયટીમાં રહેતા 36 વર્ષીય રાકેશભાઈ અનિલભાઈ ગાંધી શુક્રવારે બપોરે ઘરના બીજા માળેથી અચાનક નીચે પટકાતા ગંભીર ઇજા થઇ હતી. 

જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું, જ્યારે રાકેશભાઈ ને એક સંતાન છે. તે પ્રાઇવેટ નોકરી કરતા હતા. અંગે અઠવા લાઇન્સ પોલીસે તપાસ આદરી છે.

(5:19 pm IST)