Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

સુરતના ખટોદરા સર્કલ નજીક મોડીરાત્રે ડ્રગ્સની ડિલિવરી કરવા જતા શખ્સને પોલીસે ઝડપી 1.66 લાખનો જથ્થો ઝડપ્યો

સુરત: શહેરના ખટોદરા સોહમ સર્કલ પાસેથી ગત મોડીરાત્રે ખટોદરા પોલીસે એમ.ડી. ડ્રગ્સની ડિલિવરી આપવા એક્ટીવા ઉપર નીકળેલા રાંદેરના યુવાનને રૂ.1 લાખની મત્તાના 20 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો.

રાંદેર મોરાભાગળના યાકીબ ઉર્ફે સોહેલે કોસાડ આવાસના ઇમરાન પાસેથી ડ્રગ્સ વેચવા માટે ખરીદ્યું હતું અને ઝીપ બેગમાં વેચવા નીકળ્યો ત્યારે ઝડપાઇ ગયો હતો. પોલીસે તેની પાસેથી ડ્રગ્સ, રોકડા રૂ.6390, મોબાઈલ ફોન અને એક્ટીવા મળી કુલ રૂ.1.66 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ખટોદરા પોલીસે મળેલી બાતમીના આધારે ગત મોડીરાત્રે ટોદરા સોહમ સર્કલ પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબ લાલ રંગની એક્ટીવા ( નં.જીજે-05-પીજી-6222 ) ઉપર આવેલા યુવાન યાકીબ ઉર્ફે સોહેલ મુલતાની સમસુદ્દીન પીંજારા ( ઉ.વ.23, રહે.15/6, એસએમસી ક્વાર્ટર્સ, ડોક્ટર પાર્ક રોડ, મોરભાગળ, રાંદેર, સુરત ) ની જડતી લેતા તેના પેન્ટના ખિસ્સામાથી કાળા પર્સમાં પ્લાસ્ટીકની ઝીપ બેગમાંથી રૂ.1 લાખની કિંમતનું 20 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ અને 20 ખાલી પ્લાસ્ટીકની ઝીપ બેગ મળી આવી હતી. 

(5:25 pm IST)