Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ઘનશેરા ચેક પોસ્ટ ઉપર ખેપ મારતા ખેપીયાને ઇંગ્લીશ દારૂ સાથે સર્કલ પોલીસ ઈન્સ્પેકટર ડેડીયાપાડાએ ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા પોલીસ વડા હીંમકરસિંહ નર્મદાએ દારૂના દૂષણને ડામવા તેમજ અસરકારક કામગીરી કરવા માટે કડક સુચનાઓ આપેલ હોય જે પગલે ના. પો. અધિ. રાજપીપળાના માર્ગદર્શન આધારે સર્કલ પોલીસ ઇન્સ્પેકટર ડેડીયાપાડા પી.પી.ચૌધરી તથા સ્ટાફને મળેલ બાતમી આધારે ઘનશેરા ચેક પોસ્ટ ખાતે ફરજ બજાવતા પોલીસ સ્ટાફના માણસો સાથે વાહન ચેકીંગ દરમ્યાન નબર જી.જે - ૫-એ.આર -૪૭૯૨ ની સેંટ્રો ગાડી આવતા ગાડી ઉભી રાખી તેમાં બેઠેલા બે વ્યક્તિઓ ગાડીમાંથી ઉતરીને ભાગવા લાગેલ હતા જેથી પોલીસ સ્ટાફના માણસોએ પીછો કરી તેમાના એકને પકડી પાડેલ હતો અને બીજો શખ્શ વાવેતર કરેલ  ખેતરોમાં નાશી ગયેલ હતો અને તેની તથા ગાડીની ઝડતી તપાસ કરતા ફોર વ્હીલ ગાડીની અંદર તપાસ કરતા ડ્રાઇવર સીટ અને તેની બાજુની સીટની નીચેથી અને ગાડીના પાછળના ભાગેની ગેસ કીટ ફીટ કરેલ હોય જેમાં તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારુ મળી આવેલ હતો જે દારૂ માં કાચના હોલ -૨૪ કી.રૂ .૯૬૦૦ તથા  કાચના કવાટરીયા નગ -૬૦ કી.રૂ .૬૦૦૦ તથા બીયર નંગ -૧૪ કી.રૂ ૧૪૦૦ મળી કુલ પ્રોહી મુદામાલ કી.રૂ .૧૭,૦૦૦  તથા સેંટ્રો કપનીની ફોર વ્હીલ ગાડી ની કી.રૂ. ૫૦,૦૦૦  તથા મોબાઇલ નગ -૧ કી.રૂ .૪૦૦૦ નો તમામ મળી કુલ કિ.રૂ.૭૧,૦૦૦ નો પ્રોહી.મુદામાલ ગણી વધુ તપાસ અર્થે કબજે કરી આરોપી ઇનેશભાઇ જાલમસીગભાઇ વસાવે રહે.મહુપાડા તા.અક્લકુવા જી .નદુરબાર ( મહારાષ્ટ્ર ) વાળા વિરૂધ્ધમાં સાગબારા પો.સ્ટે માં મુજબ ગુનો નોધી રજીસ્ટર કરવામાં આવેલ છે

(5:51 pm IST)