Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

સાબરકાંઠાના વધુ એક તાલુકા મથકમાં લોકડાઉન: પોશીનામાં ચાર દિ ' બજાર અડધો દિવસ બંધ રહેશે

પોશીના તાલુકામાં ૨૩ થી ૩૦ સપ્ટેમ્બર સુધી સવારે ૭ થી બપોરે ૨ સુધી બજાર ખુલ્લા રહેશે.

સાબરકાંઠાના પોશીના તાલુકા મથકમાં ચાર દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. કોરોનાના વધતા કેસને અટકાવવા માટે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.


પોશીનામાં 22 સપ્ટેમ્બર સુધી સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ પણ બજારો સંપૂર્ણ રીતે ખોલવામાં આવશે નહીં. પોશીના તાલુકામાં ૨૩ થી ૩૦ સપ્ટેમ્બર સુધી સવારે ૭ થી બપોરે ૨ સુધી બજાર ખુલ્લા રહેશે. મહત્વનું છે કે રાજ્યમાં અનેક સ્થળોએ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને લોકો દ્ધારા સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે.

(7:34 pm IST)