Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા

હાઇકોર્ટના હુકમનું ખોટું અર્થઘટન કરી સુરતમાં શરૂ થયેલ આ જુગારધામને મોડેલ બનાવી સાઉથ ગુજરાત અને ક્રમશઃ સૌરાષ્‍ટ્ર ગુજરાતમાં ફેલાવવા ક્રિકેટ સટ્ટા સિન્‍ડીકેટ એકટીવ થયાની માહીતી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને મળતા તુરંત સ્‍પીડ બ્રેકર મુકવા ધમધમાટ શરૂ થયેલ સૌરાષ્‍ટ્રના બે લોકો સાથે સુરત અને ઉત્તરપ્રદેશનાં લોકો પણ માર્કેટિંગ કંપનીના ઓઠા હેઠળ જુગારધામમાં એક્‍ટિવ હતા, જુગાર અડ્ડો ચલાવવાના આરોપસર ૧૦ લોકોને પીસીબી-એસઓજી દ્વારા સંયુકત રીતે ઝડપી લેવાયા છેઃ એસઓજી પીઆઇ અશોક ચોધરી ટીમની મદદથી જબરદસ્‍ત નેટવર્ક સુધી પહોંચવા સુરત પોલીસની રણનીતિનું અથ થી ઇતિ સુધીની કથા પીસીબી પીઆઇ અકિલા સમક્ષ વર્ણવે છે

રાજકોટ, તા., ૨૦:  સૌરાટ્ર પંથકનાં મૂળ બોટાદ પંથકના સહદેવભાઇ અને યુવરાજભાઈ સહિતના શખ્‍સો દ્વારા ઓન લાઇન યંત્ર પર ચાલતા જુગારધામ પર દર પાંચ મિનિટે વિજેતા જાહેર થાય તેવું વિશાળ જુગારધામ સુરતમાં મોટા પાયે હાઈકોર્ટના હુકમનું ખોટું અર્થદ્યટન કરી સુરતમાં ધમધમી રહ્યાનું અને અહી સફળતા મળે અને કોઈ અડચણ ન આવે તો સુરત પછી સાઉથ ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં શરૂ કરવા ક્રિકેટ સટ્ટા સાથે સંકળાયેલા મોટા માથા  પડદા પાછળ એક્‍ટિવ થયાની હકીકત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુધી તેમના રાજયભરમાં પથરાયેલ નેટવર્ક મારફત માહિતી પહોંચતા તુરંત મારી અને મારી ટીમ સાથે તાકીદે બેઠક યોજી આ નેટવર્ક અંગેની તમામ માહિતી એકઠી કરી સ્‍પીડ બ્રેકર મૂકવા મેદાને પડવા સૂચના આપતા પીસીબીની વિવિધ ટીમો બનાવી આ બાબતની માહિતી એકત્રિત કરી અને આખરે સુરતમાં ચાલતા વાસ્‍તુ સહિતના વિવિધ યંત્રોનાં જુગાર ધામ પર ત્રાટકી ૧૦ લોકોને ઝડપી લીધા હતા. તેમ એસ. ઓ.જી. પીઆઇ અશોક ચોધરી ટીમને મદદમાં રાખી કાર્યવાહી થયેલ તેવી  ટીમના સુકાની આર.એસ સુવેરાએ અકિલા સાથેની વાતચીતમાં આખા નેટવર્ક પાછળની રસપ્રદ કથા વર્ણવતા જણાવ્‍યું હતું.

પોલીસ કમિશનર દ્વારા હાઈકોર્ટના હુકમ બાબતે પણ ચર્ચા કરી તે અંગે કાયદાકીય અભિપ્રાય મેળવતા એ હુકમમાં ફકત યંત્રનું વેચાણ કરવું તે પૂરતું જ કાયદેસર હોવાનું બહાર આવેલ.

અકિલા સાથેની વાતચીતમાં પીસીબી પીઆઇ આર.એસ. સુવેરાએ વિશેષમાં જણાવેલ કે એચ. એસ. માર્કેટિંગનાં ઓઠા હેઠળના આ જુગારધામ અંગે અમારા એ એસ . આઇ સહદેવભાઈ અને મિતેશભાઈ દ્વારા આ બાબતે આખી વિસ્‍તળત માહિતી મેળવ્‍યા અમારી ટીમ સાથે એસઓજી પીઆઇ અશોક ચોધરી ટીમને પણ પ્રથમથી સામેલ કરેલ.અમારી ટીમ દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનાં સૂચન મુજબ બાતમીદાર મોકલી રેડ કરતા અગાઉ તમામ ખરાઇકરી પીસીબી-એસઓજી  ટીમ ત્રાટકી હતી.

ફ્રેન્‍ચાઇઝીની આડમાં બહારથી માણસોને બોલાવી પોતાના આર્થિક લાભ માટે દુકાનમા રાખેલ યાત્રીક કોઇન મશીનમાં યંત્રોના ચિત્રો ઉપર રોકડ રકમ મુકાવી યંત્રનું ચિત્ર જાહેર કરી વિજેતાને તેણે લગાડેલ રોકડ રકમને બદલે નવ ગણી રોકડ રકમ આપી રૂપિયાની લેતીદેતી કરી પૈસાની હારજીતનો જુગાર રમાડી જુગારના હિસાબના રોકડા રૂપિયા મેળવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત ડીકોઇ મારફતે વેરીફાય કરતાં સાચી હોય. જે બાતમી હકીકતવાળી જગ્‍યાએ રેઇડ કરતા કુલ્લે ૧૦ ઇસમો મળી આવેલ જેમા યત્ર મશીન વડે જુગાર રમાડતા બે ઓપરેટરો તથા ૦૮ જુગાર રમવા આવેલ ઇસમોને ઝડપી પાડી આરોપીઓ પાસેથી તથા સ્‍થળ ઉપરથી મળી કુલ્લે રોકડ રૂ. ૪૦,૩૫૦/-, યત્રના મશીન તથા કોમ્‍પ્‍યુટર સીસ્‍ટમ, કાર્ડ સ્‍કેનર, સીકકાનુ મશીન વિગેરે કિ રૂ ૩૪,૮૦૦/- મોબાઇલ નંગ-૦૮ કિ.રૂ ૫૭,૫૦૦/-, યુ.એસ.બી રાઉટર-૧ કિ.રૂ.પ૦૦/-, અલગ-અલગ યંત્રના કાર્ડ-૧૮ કિ.રૂ.૦૦/- ચાદી જેવી ધાતુના સિક્કા-૨૭ કિ.રૂ.૦૦/-, એજન્‍સી કરારો કિ રૂ ૦૦/૦૦ તથા મો.સા નગ ૦૨ કિ રૂ ૧,૦૦,૦૦૦/- વિગેરે મળી કુલ રૂ.૨,૩૩,૨૫૦/-ના મુદ્દામાલ કબ્‍જે કરી બે આરોપીઓને વોન્‍ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

  ગુન્‍હા ની વિગત : ( (૧) કતારગામ પો.સ્‍ટે બી પાર્ટ ગુ.ર.નં -૧૧૨૧૦૦૨૧૨૪૦૪૨૫/૨૦૨૪ જુગાર ધારા કલમ ૪,૫ મુજબ પકડાયેલ તથા વોન્‍ટેડ આરોપીઓઃ(૧) અર્જુનસિંહ ઘનશ્‍યામસિંહ મોરી ઉ.વ.૨૫ રહે. ડાયમંડ બીલ્‍ડીંગ, પહેલો માળ, ઉમીયા મંદીર રોડ, વરાછા, સુરત શહેર મુળ રહે નાનીવાવડી ગામ તા-રાનપુર જી- બોટાદ

(૨) નરેશભાઇ જયતીભાઇ પરમાર ઉ.વ.૧૯ રહે. સહદેવસિંહ મનુભા સિંધવ નાઓએ ભાડેથી અપાવેલ જલારામ ખીચડીની પાછળ આવેલ દુકાનમાં, બબંબાવાડી એપલ બીલ્‍ડીગની સામે, શ્‍યામ માર્બલની ગલી, કતારગામ, સુરત શહેર મુળ રહે. ભીમરાદ ગામ, ટાટેમ રોડ તા-જી.બોટાદ

(૩) કાંતીભાઇ રામજીભાઇ નાગર ઉ.વ.૪૨ ધંધો-હીરામજુરી રહે-મકાન નં.૯૦૯, ક્રુષ્‍ણનગર સોસાયટી, ગણેશપુરા, અમરોલી, સુરત શહેર મુળ રહે કાતરોડી ગામ, તા.જેસર જી ભાવનગર

(૪) અશ્વીનભાઇ સઘનભાઇ સાવલીયા ઉ.વ.૪૮ ધંધો ખાવા વેચવાનો રહે-મકાન નં.૨૯, ગોપીનાથ સોસાયટી, નારાયણ નગર પાસે, કતારગામ, સુરત શહેર મુળ રહે રીકડીયા ગામ તા.જી.અમરેલી

(૫) નરેશભાઇ પુનાભાઇ રાઠોડ ઉ.વ.૨૭ ધંધો-હિરા મજુરી રહે-મકાન નં.૩૦૨, ભગુનગર સોસાયટી, માનસરોવર પાસે, અમરોલી, સુરત શહેર મુળ રહે. કમીગઢ ગામ, તા.જી.અમરેલી

(૬) ભરતકુમાર જોધારામ ઘાંચી ઉ.વ.૨૬ ધંધો-પાન માવાનો ગલ્લો, રહે-મકાન નં.૨૧, સત્‍યમનગર સોસાયટી, કોઝવે રોડ, ચોકબજાર, સુરત શહેર મુળ રહે.બાગરા ગામ, ઘાંચી યો કી ગલી, તા.જી.ઝાલોર, રાજસ્‍થાન

(૭) અનીલ જીવાભાઇ પરમાર ઉ.વ.૨૮ ધંધો-હીરામજુરી રહે-જે રામ વોરાની વાડી, પીપલ્‍સ ચાર રસ્‍તા, કતારગામ, સુરત શહેર મુળ રહે.જાજમેર ગામ, તા.ઉમરાડા જી.ભાવનગર

(૮ ) શરવન લુનારામ ગોહીલ ઉ.વ.૩૨ ધંધો-હીરામજુરી રહે-ફ્‌લેટ નં.૧૧૪, રામદેવ એપાર્ટમેન્‍ટ, તાડવાડી, અમરોલી, સુરત શહેર મુળ પાટોડી ગામ થાના.પસબતરા તા.પાટોદી જી.બાડમેર રાજસ્‍થાન

(૯) હિમાલય રામબહાદુર થાપા ઉ.વ.૩૦ ધંધો-હીરામજુરી રહે-મકાન નં.૫૦, કોહીનુર સોસાયટી, વરાછા રોડ, સુરત શહેર મુળ. બડદીયા ગામ જી.ઝાંપા નેપાલ

(૧૦) લાલજીભાઇ શ્‍યામલાલ યાદવ ઉ.વ.૩૬ ધંધો-હીરામજુરી રહે-ભાવેશભાઇ રબારીના મકાનમાં ભાડેથી, અમરોલી હાઉસીંગ સોસાયટી, હાઉસીંગ ગાર્ડન પાછળ, અમરોલી, સુરત શહેર મુળ. બબરહી ગામ, થાના.મોતીગરપુર જી.સુલ્‍તાનપુર ઉત્તરપ્રદેશનો સમાવેશ હોવાનું તથા ૨ આરોપી વોન્‍ટેડ હોવાનું અકિલા સાથેની વાતચીત અંતે પીસીબી  પીઆઇ આર એસ. સૂવેરાએ જણાવેલ.

(11:54 am IST)