Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

નીટમાં દેશમાં ૧૦માં નંબરે આવેલ વિદ્યાર્થીને બીરદાવતા શિક્ષણમંત્રી

શિક્ષણનું સ્તર ઉંચુ, રાજકોટનું ગૌરવ વધાર્યું : ભૂપેન્દ્રસિંહ

રાજકોટ, તા.૧૭ : તબીબી ક્ષેત્રે કારકીર્દિ બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે લેવાતી રાષ્ટ્રીય કક્ષાની નેશનલ એલીજીબીલીટી કમ એન્ટરન્સ ટેસ્ટ (નીટ)માં રાજકોટના વિદ્યાર્થી માનિત માત્રાવાડીયા ૭ર૦માંથી ૭૧૦ ગુણ સાથે ગુજરાતમાં પ્રથમ અને સમગ્ર દેશમાં ૧૦માં ક્રમ ઉતિર્ણ થતાં શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી છે.

શ્રી ભૂપેન્દ્રસિંહે જણાવેલ કે નીટમાં આ વિદ્યાર્થીએ આટલી મોટી સફળતાથી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઉંચુ જઇ રહ્યું છે. માનિત માત્રાવાડીયા અને રાજયમાંથી ઉતિર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓ અભિનંદનને પાત્ર છે.

(12:46 pm IST)