Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

ગુજરાતમાં 27 ટકા સંવેદનશીલ બુથ પર 4 એસઆરપી જવાનો તૈનાત રહેશે : એસઆરપીની 112 પૈકી 10 કંપનીના સશસ્ત્ર જવાનોને મતદાન મથકોની સુરક્ષાનો હવાલો

લોકસભા ચુંટણીમાં ર૦૧૯ની સરખામણીમાં ર૦ર૪ માં ૪પ૦ ક્રિટીકલ મથકો ઘટયા

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જ્યારે દેશમાં કુલ સાત તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાંથી પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યુ છે. મતદાન કરવાથી કોઈ બાકી રહીના જાય તે માટે ચૂંટણી પંચે નાની બાબતોનું પણ ખાસ ધ્યાન રાખ્યુ છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન 7 મે ના રોજ થશે. જેના પગલે ગુજરાતમાં 50,787 બૂથ તૈયાર કરવામાં આવ્યા છે જે પૈકી 13,600થી વધુ સંવેદનશીલ બૂથ તૈયાર કરવામાં આવ્યા છે.

સંવેદનશીલ બૂથો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 27 ટકા સંવેદનશીલ બૂથ પર 4 SRP જવાનો હાજર રહેશે. SRPની કુલ 112 પૈકી 10 કંપનીના સશસ્ત્ર જવાનોને મતદાન મથકની સુરક્ષાનો હવાલો આપવામાં આવ્યો છે. 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં 2024માં 450 ક્રિટિકલ મથકો ઘટ્યા છે.

(6:29 pm IST)