Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

કુખ્‍યાત મિંડી ગેંગને ઝડપવાની ચેલેન્‍જ અંતે સુરત એસ.ઓ.જી. એ પાર પાડી

પ્રથમ વખત બોલાવ્‍યા છે એટલે ચેતવણી આપી છે, ભવિષ્‍યમાં ભૂલ થયે, આગવી ઢબની સરભરા માટે તૈયાર રહેજો, ૧૩૧ રીઢા ગુનેગારો અનુપમસિંહ ગેહલોતે મેસેજ મોકલ્‍યો,જંગ શરૂ : જાહેરમાં બખેડા કરતા તત્‍વોનું સ્‍થાન લોકો વચ્‍ચે નહિ લોક અપમાં હોવું જોઈએ તેવી નીતિ અંતર્ગત ડીસીપી રાજદીપસિંહ નકુમ, પીઆઇ અશોક ચૌધરીનાં નેતળત્‍વમાં પીએસઆઈ એ.બી. જેબલિયા , પીએસઆઈ આર.એમ.સોલંકી ટીમને મોટી સફળતા

રાજકોટ તા.૨૪: આગામી લોકસભાની ચૂંટણીઓ સમયે શહેરના લુખ્‍ખા અને માથાભારે તત્‍વો જાહેરમાં બખેડા કરે તેવા વિવિધ વિસ્‍તારના કુખ્‍યાત્‌ તત્‍વોને એક જગ્‍યાએ એક સાથે ભેગા કરી રીઢા ગુનેગારો પૈકી ૧૩૧ લોકોનો મેળો સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં યોજ્‍યાં બાદ પોલીસ કડક ચેતવણી એને હવે પછી સીધી રાજકોટ અને સૌરાષ્‍ટ્રની આગવી ઢબે સરભરા માટે તૈયાર રહેવા ચેતવણી આપ્‍યા બાદ શહેરની કુખ્‍યાત ગેંગોનો અભ્‍યાસ કરી અભ્‍યાસ દરમિયાન મિંડી ગેંગનું નામ બહાર આવતા આ ગેંગનાં સભ્‍યોને કોઈપણ ભોગે પકડી લેવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરભરની પોલિસને આપેલ આદેશમાં સુરતની એસ.ઓ.જી.બ્રાન્‍ચના પીઆઇ અશોક ચૌધરી ટીમને ડીસીપી રજદીપસિંહ નકુમનાં નેતળત્‍વ હેઠળ સફળતા મળી છે.

ઉપરોક્‍ત સુચના અંતર્ગત એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. એ.પી.જેબલીયા તથા  પી.એસ.આઇ.  આરે.એમ. સોલંકી  ટીમના માણસો સુરત શહેર વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્‍યાન એ.એસ.આઇ. ઇમ્‍તિયાઝ ફકરૂમોહમદ તથા એચ.સી. જગશીભાઈ શાંતીભાઈ નાઓને અઠવા વિસ્‍તારની ‘‘મીંડી ગેંગના'' હાલમાં ગુજસીટોકના ગુનામાં કોર્ટમાંથી જામીન મેળવી બહાર આવેલ કૈઝર ઉર્ફે મિંડી તેના સાગરીતો સાથે પિસ્‍ટલ લઈ ફરી રહેલ છે. જે બાતમી આધારે ઉપરોક્‍ત ટીમના માણસોએ આજરોજ વહેલી સવારના લસકાણા પાટીયા, રાધે ડેરી સામે જાહેરમાં રોડ ઉપર વોચ ગોઠવી ત્‍યાંથી પસાર થતી હ્યુંડાઈ એલેંટ્રા કાર નં. જીજે-પ-જેઇ-૭૭૨૨ ને ફીલ્‍મી ઢબે આંતરી તેમા સવાર આરીફ મીંડીના પુત્ર (૧) મો.કૈઝર ઉર્ફે મિંડી મો.આરીફ ઉર્ફે આરીફ મિંડી શેખ. રહે.ઘર નં.૧/૧૬૧૧, ખંડેરાવપુરા, નાનવાલા કોમ્‍પલેક્ષની પાસે, નાનપુરા, સુરત. તથા તેના સાગરીતો (૨) આદિલહુશેન જાકીરહુશેન શેખ. ઉ.વ.૨૯, રહેઃ૧/૧૬૨૧, ખંડેરવાપુરા, નવાબી મસ્‍જીદના ટ્રસ્‍ટના મકાનમાં, નાનપુરા, સુરત. (૩) નદીમહુશેન ઉર્ફે મંજરા જાકીરહુશેન શેખ. ઉ.વ.૨૮, રહેઃ રહેઃ૧/૧૬૨૧, ખંડેરવાપુરા, નવાબી મસ્‍જીદના ટ્રસ્‍ટના મકાનમાં, નાનપુરા, સુરતવાળાને પકડી પાડી તેઓ પાસેથી ગે.કા. રીતે રાખેલ પિસ્‍ટલ નંગ-૧ કિ.રૂ.૫૦,૦૦૦ તથા મોબાઈલ ફોન તથા ફોર વ્‍હિલ કાર સહીત કુલ્લે કિ.,રૂ., ૭,૩૦,૦૦૦ ની મત્તાનો મુદ્દામાલ કબ્‍જે કરેલ છે.

(11:58 am IST)