Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

૪૯ પૈકી ૪૮ આરોપઓ સજા થયેલ છતાં ૧ આરોપી ર૩ વર્ષ સુધી ફરાર હોવાનું રેકોર્ડ જોઇ ચોંકી જવાયું

સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર કચ્‍છની ૯ હત્‍યાના મામલે જે કોઇ ન કરી શકયુ તે અશકય શકય આ રીતે બન્‍યુ અકિલા સમક્ષ કચ્‍છ પૂર્વ એસ.પી. સાગર બાગમાર પડદો ઉંચકે છે : આરોપી દ્વારા ઓળખ છુપાવી નામ બદલી કરેલ તે બધી હકીકત અમારા ઇન્‍ચાર્જ એલસીબી પીઆઇ એન.એન. ચુડાસમા ટીમે મેળવી અને આ ટી ૧૦ દિવસ વેશ પલ્‍ટો કરી, રિક્ષા ચલાવી આરોપીને ઝડપીને શ્વાસ લીધેલ

રાજકોટ, તા. રપ :  ત્રેવીસ વર્ષ અગાઉ કચ્‍છમાં ૯ વ્‍યક્‍તિઓની હત્‍યા થયેલ આ મામલાએ સમગ્ર ગુજરાતમાં અરેરાટી સાથે ભારે ચકચાર જગાવી હતી, આ મામલાની સર્વાંગી તપાસમાં જે તે સમયે કુલ ૪૯ લોકોની સંડોવણી હોવાનું બહાર આવવા સાથે ૪૮ લોકો પકડાઈ ગયેલ પરંતુ એક શખ્‍સ ફરારી આટલા વર્ષથી રહેવામાં સફળ બનેલ.              

રાજ્‍યના નવ નિયુકત બોર્ડર વડા ચિરાગ કોરડીયા સાથે વોન્‍ટેડ અપરાધીઓને પકડવાની રણનીતિ દરમિયાન રાપર પોલીસ સ્‍ટેશનમાં ૨૦૦૧માં નવ વ્‍યક્‍તિની હત્‍યામાં ૪૮ લોકો પકડાયા અને તેમને સજા પણ થઇ આમ છતાં આટલા વર્ષથી તેને પકડી શકાયો ન હોય આ ફરારી વ્‍યકતિને પકડવાનું થોડું મુશ્‍કેલ કાર્ય હાથમાં  લેવાનું નક્કી કરી તેની જવાબદારી આઇજીના માર્ગદર્શન હેઠળ અને અમારા નેતળત્‍વ હેઠળ એલસીબી ટીમને ચોક્કસ ટીપ્‍સ આપી સુપ્રત કર્યુ તેમ અકિલા સાથેની વાતચીતમાં કચ્‍છ પૂર્વનાં એસપી સાગર બાગમારે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું.

ઉપરોકત કેસનો એક માત્ર આરોપી ત્રેવીસ વર્ષથી નાસતો ફરતો હતો તેને શોધી કાઢવા એલ.સી.બી. ટીમ દ્વારા ખાસ આયોજન કરી તપાસ કરતા આ ગુનાનો નાસતો ફરતો આરોપી પોતાની ઓળખ છુપાવવા પોતાનું નામ અને રહેણાંક બદલાવી નાખેલ હતુ અને આ આરોપી સમુક સમયે રાત્રીના ભાગે પોતાના ઘરે આવતો હોવાની બાતમી હકિકત આધારે એલ.સી.બી.ની ટીમ દ્વારા જરૂરી વર્ક આઉટ કરી આરોપી ત્રેવીસ વર્ષથી નાસતો ફરતો હોય જેથી તેને પકડવા છેલ્લા દસેક દિવસથી વેશપલ્‍ટો કરી ગામડાઓમાં વેપારી તથા ફેરીયા તરીકે રીક્ષા તથા અન્‍ય વાહનોમાં જઇ આરોપીની ચોક્કસ હકિકત મેળવી વોચ ગોઠવી પકડી પાડી આગળની કાર્યવાહી માટે રાપર પોલીસને સોંપવામાં આવેલ છે.

પકડાયેલા નાસતા ફરતા આરોપીનું નામ : અરજણ રૂપાભાઇ કોલી (ઉ.વ.પ૦) રહે. મુળ રહે. સુરબાવાંઢ તા. રાપર હાલ રહે. લાકડાવાંઢ તા. રાપર -કચ્‍છ.

પકડાયેલ આરોપી નીચે મુજબના ગુના કામે નાસતો ફરતો હતો.  રાપર પો. સ્‍ટે. ફસ્‍ટ ગુ.ર.નં. ૦૦૪૮/ ર૦૦૧ ઇ.પી.કો. ૩૦ર, ૩૦૭, ૩ર૪, ૩ર૩, પ૦૪, પ૦૬ (ર) ૪૪૭, ૧૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા આર્મ્‍સ એકટ -રપ (૧) એ-ર૭ મુજબ.

 

(3:37 pm IST)