Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના લાગ્યા બેનર

કોંગ્રેસ અને આપ પાર્ટીએ સાથે મળીને લગાવ્યા પોસ્ટરઃભાજપે નિલેશ કુંભાણી તેના ત્રણ ટેકેદારો અને ડમી ઉમેદવારને ખરીદી લીધો હતો

સુરત, તા.૨૫

કોંગ્રેસે સુરત લોકસભાની બેઠક માટે ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીની પસંદગી કરી હતી.

જોકે કુંભાણીએ પોતાનું ઉમેદવારીપત્ર રદ્દ થાય તે પ્રકારનું ષડયંત્ર રચ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. તેમનું ફેર્મ રદ્દ થતા સુરત લોકસભા બેઠક પર બીજેપીને બિનહરીફ જાહેર કરી દેવાઈ હતી. જેને પગલે કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળ્યો છે. જેને કારણે હવે સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટરો લાગ્યા છે.

બીજીતરફ આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડીયાએ કહ્યું હતું કે ભાજપે નિલેશ કુંભાણી તેના ત્રણ ટેકેદારો અને ડમી ઉમેદવારને ખરીદી લીધો હતા. જેને માટે તેમને ૧૫ કરોડ રૃપિયા જેટલી રકમ ચુકવી હોવાનું કહેવાય છે.

કોગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોઁધાવવામાં આવી રહ્યો છે. ગઈકાલે જ કુંભાણીના ઘરે જઈને કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ ઘરની બહાર પોસ્ટર ચિપકાવીને વિરોધ દર્શાવ્યો હતો.

જ્યારે આજે આપના નેતા અને પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયાએ હીરાબાગ સર્કલ પાસે બ્રિજ પર નિલેશ કુંભાણીના પોસ્ટર લગાવ્યા હતા.

પોસ્ટરમાં લોકત્રંત્રનો હત્યારો, ગદ્દારનો ઉલ્લેખ કરાયો છે. કુંભાણીએ સુંરત લોકસભા મત વિસ્તારના ૧૯ લાખ મતદારોનો હક છીનવી લીધો છે.

(9:17 pm IST)