Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

ભાજપમાં જોડાવવા અંગે કુંભાણીની પત્નીએ કહ્યું - લોકો કંઈપણ વાતો કરે :શું નિલેશ કહ્યું કે હું ભાજપમાં જોડાઇશ

- આ બીજેપીનું પોતાનું જ કારનામું હોય શકે છે. પક્ષના કાર્યકર્તાઓ હોય તે પણ ગેરમાર્ગે દોરવાનું કામ કરે અને નિલેશનું નામ ખરાબ કરવા જઇ રહ્યા છે

ગુજરાત લોકસભા ચૂંટણી પહેલા જ બીજેપીએ કોંગ્રેસના ઉમેદવારની ભૂલને કારણે સુરતની બેઠક જીતી લીધી છે. જોકે, સુરત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ જે દિવસથી રદ થયુ છે તે દિવસથી જ તે અદ્રશ્ય થઇ ગયા છે. રવિવારે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયુ હતુ જે બાદ તે કોઇના સંપર્કમાં ન હતા. તેમના ઘરે પણ તાળા મારી દેવામા આવ્યા હતા. ત્યારે નિલેશ કુંભાણીના પત્ની ચાર દિવસ બાદ તેઓ સુરક ખાતેના તેમના ઘરે આવ્યા છે.  નિલેશ કુંભાણીના પત્નીએ જણાવ્યુ હતુ કે, જ્યારે નિલેશ કુંભાણીને કોંગ્રેસના કાર્યકર્તાઓની જરૂર છે ત્યારે તેઓ સાથે નથી.

  કુંભાણીની પત્નીએ જણાવ્યુ કે, ‘લોકો તો કાંઇપણ વાતો કરે પણ શું નિલેશ કુંભાણીએ પોતે કીધું છે કે, હું બીજેપીમાં જોડાઇ રહ્યો છુ. આ બીજેપીનું પોતાનું જ કારનામું હોય શકે છે. પક્ષના કાર્યકર્તાઓ હોય તે પણ ગેરમાર્ગે દોરવાનું કામ કરે અને નિલેશનું નામ ખરાબ કરવા જઇ રહ્યા છે. જેમનું ફોર્મ રદ થયું છે તે તો આગળની કાર્યવાહી કરવા માટે અમદાવાદ ગયા છે

   તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે ગંભીર આરોપ કરતા જણાવ્યુ કે, ‘વોટ માંગવાનો હતો ત્યારે પક્ષ તરફથી વોટ માંગવા માટે કાર્યકર્તાઓ આગળ આવ્યા ન હતા. અને અત્યારે જ્યારે ઉમેદવારોને તેમની જરૂર છે કે કઇ રીતે કલેક્ટરની ઓફિસમાં જઇને કાર્યવાહીમાં સાથે જવું જોઇએ તેની જગ્યા પર તે ત્યાં સાથે ન રહ્યા પણ અત્યારે ઘરે આવીને પરિવારને બદનામ કરે છે અને ખોટેખોટું નિલેશ કુંભાણીનું નામ બદનામ કરે છે.’

(9:44 pm IST)