Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ગુજરાત સરકાર દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ 2024 ની ઉજવણી

કાર્યક્રમ દરમિયાન, 2000 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો, સમુદાયના સભ્યોએ ભાગ લીધો હતો અને મેલેરિયાની રસીના કારણો, ઉપાયો અને વિકાસની સમજ મેળવી

ગાંધીનગર :ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) વિદ્યાર્થીઓ, શિક્ષકો, બાળકો અને સામાન્ય નાગરિકોમાં વૈજ્ઞાનિક સ્વભાવ કેળવવા માટે રાજ્યભરમાં મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક દિવસોની ઉજવણી કરે છે અને આઉટરીચ કાર્યક્રમોનું આયોજન કરે છે.

 

25મી એપ્રિલ 2024 ના રોજ વિશ્વ મેલેરિયા દિવસ મનાવવામાં આવે છે. મેલેરિયા એ સૌથી જૂની અને સૌથી જીવલેણ બીમારી છે. તે જીવલેણ રોગ છે અને માદા એનોફિલિસ મચ્છરો દ્વારા ફેલાય છે. વર્ષ 2024 ની થીમ “ વધુ ન્યાયપૂર્ણ વિશ્વ માટે મેલેરિયા સામેની લડતને વેગ આપવી ” છે.

25મી એપ્રિલ 2024ના રોજ સવારે 10:30 વાગ્યાથી વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે એક વિશેષ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . કાર્યક્રમનો ઉદ્દેશ્ય મેલેરિયા નિવારણ, સારવાર અને રોગ સામે લડવા માટે ચાલી રહેલા પ્રયાસોના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો હતો.

 

ડૉ. સરત કુમાર દલાઈ, નિયામક, ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, નિરમા યુનિવર્સિટીએ “ અસરકારક મેલેરિયા રસી બનાવવી” વિષય પર તેમના મૂલ્યવાન વિચારો શેર કર્યા .

 

સત્ર દરમિયાન, ડૉ. દલાઈએ વિકાસનો ઈતિહાસ, વર્તમાન સંશોધન પ્રગતિના અપડેટ્સ, વિવિધ અભિગમો અને મલેરિયા વિરોધી રસીના પ્રકારો સહિત વિવિધ પાસાઓને સરળ રીતે આવરી લીધા છે. ઉપરાંત, તેમણે મેલેરિયાની રસી બનાવવાના પડકારો અને તકોનો ઉલ્લેખ કર્યો હતો.

 

પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો (RSCs) ના તમામ પ્રોજેક્ટ ડિરેક્ટરો અને જિલ્લા સમુદાય વિજ્ઞાન કેન્દ્રો (CSCs) ના સંયોજકો વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. આ કાર્યક્રમને ગુજકોસ્ટની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર લાઈવ જોવામાં આવ્યો હતો: https://www.youtube.com/watch?v=wrqNt0PEJLE .

કાર્યક્રમ દરમિયાન, 2000 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો, સમુદાયના સભ્યોએ ભાગ લીધો હતો અને મેલેરિયાની રસીના કારણો, ઉપાયો અને વિકાસની સમજ મેળવી હતી.

ડૉ. નરોત્તમ સાહૂ, સલાહકાર, ગુજકોસ્ટ, મેલેરિયા વિરોધી રસીઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે રોજબરોજના જીવનમાં સુરક્ષિત જીવન વ્યવહારની સ્થિતિ અપનાવવાનું સૂચન કર્યું . ચાલુ સંશોધન અને સહયોગ દ્વારા મેલેરિયા મુક્ત વિશ્વના સ્વપ્નને સાકાર કરવાનો ઉદ્દેશ્ય છે, એમ તેમણે ઉમેર્યું.

 

આ કાર્યક્રમે મેલેરિયા રોગની જાગૃતિ, નિવારણ, નિયંત્રણ અને સારવાર પ્રત્યે સૌને સંવેદનશીલ બનાવ્યા.

(9:52 pm IST)