Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

ખેડા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના જનસંપર્ક કાર્યક્રમમાં હોબાળો :રૂપાલા હાય હાય' ના લાગ્યા નારા

કઠલાલના કાકરખાડ ગામે કાર્યક્રમમાં ક્ષત્રિયોએ એકઠા થઇને રૂપાલાની વિરુદ્ધમાં નારા લગાવ્યા

ખેડા લોકસભા બેઠકના ઉમેદવારના દેવુસિંહ ચૌહાણના પ્રચાર કાર્યક્રમમાં પરશોત્તમ રુપાલાના વિવાદાસ્પદ નિવેદનથી નારાજ થયેલા ક્ષત્રિયોએ 'રૂપાલા હાય હાય' ના નારા લગાવ્યા હતા. કપડવંજ વિધાનસભા બેઠકમાં આવતા, કઠલાલના કાકરખાડ ગામે ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણનો જનસંપર્ક હતો. જેમાં આવેલા ક્ષત્રિયોએ એકઠા થઇને રૂપાલાની વિરુદ્ધમાં નારા લગાવ્યા હતા.

(12:53 am IST)