Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

રાજયના ૧૪૭ તાલુકામા ઝરમર ઝાપટાથી ૩ ઈંચ સુધીનો હળવો વરસાદ

ગુજરાતભરમાં નરમ પડતા મેઘરાજા હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર સાબદુ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ તા.૨૮, ચોમાસાની આ સીઝન મા મેઘરાજા પોતાનો ટાર્ગેટ પૂરો કરવા અનરાધાર હેત વરસાવી નરમ પડ્યાનુ જણાય છે. છેલ્લા ૨૪ કલાકમા રાજયના ૧૪૭ તાલુકામા ઝરમર ઝાપટાં થી ૩ ઈંચ સુધી નો હળવો વરસાદ નોંધાયો છે.

 કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાક મા નોંધાયેલ વરસાદના મુખ્ત્વે આંકડા ને જોઈએ તો......

ધોળકા ૭૫ મીમી.... કલ્યાણપુર ૭૨ મિમી. .. ઉમરપાડા ૩૯ મીમી..... પલસાણા ૩૬ મિમી..... નેત્રંગ ૩૨ મિમી.... માંગરોળ ૩૧ મીમી...ડોલવણ ૨૯ મિમી...પોરબંદર ૨૬......કડી ૨૫ મીમી...... અંકલેશ્વર અને ગણદેવી ૨૪....૨૪.. મિમી ચોર્યાસી ૨૦ મીમી વરસાદ નોંધાયેલ છે.

 આ ઉપરાંત રાજય ના ૧૩૦ તાલુકા મા ૧ થી ૧૯ મિમી સુધીનો હળવો વરસાદ નોંધાયેલ છે. આજે સવારે ૮ કલાકે ઉકાઈ ડેમની જળ સપાટી સતત વધી ને ૩૩૪.૭૮ ફૂટે પહોંચી છે ડેમ મા ૩૨૨૬૦ કયુસેક પાણી ના ઇન્ફલો સામે ૧૭૮૫૦ કયુસેક પાણી છોડવામાં આવી રહીયું છે.

(11:39 am IST)