Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંગે રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જાગ્રુતિ અભિયાન

રાધનપુર તાલુકાના ચલવાડા અને વિજયનગર ગામે જાગ્રુતિ કાર્યકમ યોજાયો

રાધનપુર તાલુકાના ચલવાડા અને વિજયનગર ગામે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંગે જાગ્રુતિ કાર્યકમ યોજાયો જેમાં રીલાયન્શ ફાઉન્ડેશન રાધનપુર અને મીશન મંગલમ વિભાગ રાધનપુરના સંયુક્ત ઉપક્રમે રાધનપુર તાલુકાના વિજયનગર ગામે ૨૪ સપ્ટેમ્બર ના રોજ અને ચલવાડા ગામે ૨૯ સપ્ટેમ્બરે  મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંગેની માર્ગદર્શિકાની સમજ આપવામાં આવી જેમાં મંડળમાં ૧૦ બેનો હોવી જોઇએ  જુથના સભ્યો ૧૮ થી ૫૯ વયના હોવા જોઇએ , જુથના તમામ સભ્યોના ડોક્યુમેંટ બેંકમા રજુ કરવાના રહેશે. જુથમા એક કુટુંબના એક જ મહિલા સભ્યને લઇ શકાશે. જુથની કોઇ લોન બાકીના હોવી જોઇએ ,વિધવા અને ત્યક્તા બેનોને અગ્રતા આપવાની રહેશે. જુથ દ્વારા આવક પ્રવ્રુત્તિ અને બચતનુ કામ કરવાનુ રહેશે

 . મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ જુથને ૧૦૦૦૦૦ ની લોન મળશે. ૧૨ માસિક હપ્તા ૧૦૦૦૦થી લોન ભરપાઇ કરવાની રહેશે એના પર કોઇ વ્યાજ ભરવાનુ રહેશે નહી. વગેરેનો સમાવેશ કર્યો હતો  સાથે સાથે આ બંન્ને ગામમાં ગામ સંગઠનની રચનાકરવામા આવી તેના સંચાલન માટે પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી હાજર રહેલ બેનો દ્વારા કરવામા આવી હતી. બંન્ને ગામના ગામ  સંગઠનના બેંકમા ખાતા ખોલાવવાનુ નક્કીકરી મીટિંગની પુર્ણાહુતી કરી હતી. વિજયનગર ગામમાં ૪૦ બેનો અને ચલવાડા ગામમાં ૨૨ બેનો આ મીટિંગમા હાજર રહ્યા હતા.
કાર્યક્રમ ની શરૂઆત માં સેનીટાઈઝર દ્વારા હાથ ધોવરવવા માં આવ્યા તેમજ
સરકાર શ્રી ની ગાઇડલાઈન નું પાલન કરવા હાથ ધોવા ઉકાળો પીવો પોષ્ટિક આહાર લેવો સોઇસ્યલ ડિસ્ટન્સ નું પાલન કરવા જેવી બાબતો ની પણ જાગૃતી કરવામાં આવી.

(3:58 pm IST)