Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

બનાસકાંઠા જિલ્લામાં કાલમૂકી ટેન્કરે બાઇકને હડફેટે લેતા દંપતીનું ઘટનાસ્થળેજ મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી

બનાસકાંઠા:જિલ્લામાં અકસ્માતોની વણથભી વણઝાર વચ્ચે કાંકરેજના શિહોરી નજીક વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં કાળ બનીને પુરઝડપે આવી રહેલા એક દુધ ટેન્કરે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતીનું ઘટના સ્થળે જ કરૃણ મોત નિપજ્તા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

શિહોરીના પાટણ હાઇવે પર આવેલ જોગણી માતાજીના મંદિર પાસે પુરઝડપે પસાર થઇ રહેલા દુધ ટેન્કર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની ટક્કરે બાઇક સવાર ઉબંરી ગામના ૩૦ વર્ષીય યુવક વાઘેલા પંકજસિંહ કહલસિંહ અને તેમના પત્ની વાઘેલા લલીબેન પંકજસિંહને ગંભીર ઇજાઓ પહોંચવાને લઇ આ દંપતીનું ઘટના સ્થળે જ કરૃણ મોત નીપજ્યું હતું. જોકે બનાવના પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા શિહોરી પોલીસ આવી પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી આપી બનાવ અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી છે. જોકે શિહોરી નજીક અકસ્માતમાં ઉબંરી ગામના દંપતીનું મોત નિપજતા તેમના પરિવાર ઉપર આભ તુટી પડવા પામ્યુ ંછે. 

(5:23 pm IST)