Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

સંશોધકોના કહેવા મુજબ દાડમમાં રહેલ યુરોલીયન-એ નામના તત્વથી થાય છે આ ફાયદો

નવી દિલ્હી: શું આપ પૂરી જિંદગી યુવાન દેખાવા માગો છો ? તો અઠવાડિયામાં બેથી ત્રણ વાર દાડમનું જ્યુસ પીઓ, સફેદ વાળથી માંડીને નબળા હાડકા અને ચામડીની કરચલીઓની સમસ્યા આપથી દૂર રહેશે.

સંશોધકોના જણાવ્યા મુજબ દાડમમાં યુરોલિયન-એ નામનું તત્વ મળે છે જે કોશિકાઓના વૃધ્ધ થતા કે મૃત થઇ ચૂકેલ માઈટોકોન્ડ્રિયાને રિસાઈકલ (પુન: કાર્યરત) કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. માઈટોકોન્ડ્રિયા કોઇપણ કોશિકાઓનું ઉર્જા કેન્દ્ર કહેવામાં આવે છે. વય ઢળવાની સાથે તેની કાર્યક્ષમતામાં કમી આવવા લાગે છે. સંશોધક જેસિકા નિલ્સે જણાવ્યું હતું કે ન્યુરોલિથિન-એ તત્વ સક્રિય રહેવાથી વૃધ્ધત્વનાં લક્ષણો જલદી નથી દેખાતા. દાડમ પોતાના ટ્યુમર વિરોધી ગુણોના માટે પણ જાણીતું છે. આ ફ્રી મેડીકલને કોશિકાઓને નુકસાન થતી રોકે છે. જુદા જુદા અભ્યાસોમાં તેને કોશિકાઓમાં સોજાની સમસ્યાને દૂર રાખવામાં ખાસ્સુ અસરકારક હોવાનું બહાર આવ્યું છે.

(5:58 pm IST)