Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

સાઉદી અરબના સૌથી મોટા પ્રાંતમાંથી બે ખાસ પ્રકારના ઘોડા મળી આવ્યા

નવી દિલ્હી: સાઉદી અરબના સૌથી મોટા પ્રાંતમાંથી એક અલ-અહસા (Al-Ahsa) ખાસ પ્રકારના ઘોડા માટે ઓળખાય છે. અલ-અહસામાં ઘણી મોટી સંખ્યામાં ઘોડા પાળવામાં આવે છે. અહીંયાના ઘોડા ખૂબ જ ખાસ છે, તે માણસોથી પણ વધુ શાનદાર જીવન જીવે છે. આવી જ એક રિપોર્ટ પ્રમાણે અહીંયાના ઘોડા માટે એક વિશેષ સ્વિમિંગ પૂલ તૈયાર કરવામાં આવ્યો છે.

                અહીંયાના વાદળી કલરના ખાસ પ્રકારના ઘોડા માટે એક ખાસ સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યુ છે. સ્વિમિંગ પૂલમાં આ રમત પ્રતિયોગિતાની તૈયારી કરે છે. એટલુ જ નહી આ ઘોડા માટે પશુ ચિકિત્સક, વિશેષ હાઉસ બોક્સ બનાવવામાં આવ્યા છે. સ્વિમિંગ પૂલ તેમની માંસપેશિયોને વધુ મજબૂત બનાવવા માટે બનાવવામાં આવ્યુ છે. અલ-અહસામાં 400થી વધુ તબેલા છે. પ્રત્યેક તબેલામાં 20 ઘોડા રહે છે. આ જ તબેલામાંથી સાઉદી અરબમાં ઘોડાની વાર્ષિક ઉપજ 3,000 સુધી છે. આ વર્ષે સાઉદી અરેબિયાએ ઘોડા સવારીની સાથે એક નવા રમતગમત યુગની શરૂઆત કરી છે. જોકે, કેટલાક લોકો હજી પણ આ ભવ્ય પ્રસંગોના નામે ઘોડાઓ સાથે ક્રૂરતા કરે છે. ઘોડેસવાર ઘોડાઓ પર ચાબુકથી વાર કરે છે. આ પ્રકારની રમતોમાં લગભગ દર વર્ષે ઘણા ઘોડા ઘાયલ થાય છે અને ઘણા મરી પણ જાય છે.

(5:59 pm IST)