Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

દુબઇમાં વિશ્વનો સૌથી મોટો ફુવારો બનશે

૧૪,૦૦૦ ચો. ફૂટ વિસ્તારમાં ફેલાયેલો હશે અને તેનું સુપર શૂટર ૧૦૫ મીટર ઊંચુ હશે અને તેમાં ૩,૦૦૦થી વધુ એલઇડી લાઇટ્સ હશે

દુબઇ,તા.૬:વિશ્વનો સૌથી મોટો ફુવારો બનાવીને દુબઈએ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાની તૈયારી કરી લીધી છે. બાવીસમી ઓકટોબરે આ ફુવારો બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. દુબઇની લાઇફસ્ટાઇલ અને ડાઇનિંગ ડેસ્ટિનેશન પોઇન્ટે ખાતે આ ફુવારો બનાવવામાં આવશે જે ૧૪,૦૦૦ ચો. ફૂટ વિસ્તારમાં ફેલાયેલો હશે અને તેનું સુપર શૂટર ૧૦૫ મીટર ઊંચુ હશે અને તેમાં ૩,૦૦૦થી વધુ એલઇડી લાઇટ્સ હશે.

'પોઇન્ટે ખાતે આ ફુવારો તૈયાર થયા બાદ ત્યાં ગ્રાહકો, પર્યટકો, પાલ્મ જુમૈરાહના રહેવાસીઓ મોટા પ્રમાણમાં આવવાની આશા સેવાઇ રહી છે', એમ નખીલ મોલ્સના મેનેજિંગ ડિરેકટર ઓમર ખૂરીએ જણાવ્યું હતું.

દુબઈના વિશ્વ પ્રસિદ્ઘ લેન્ડમાર્કની યાદીમાં પાલ્મ ફાઉન્ટેઇનનો પણ ઉમેરો થશે. રહેવાસીઓ અને પર્યટકો તેના તરફ વધુ આકર્ષાવાની શકયતા છે, એમ દુબઇ ફેસ્ટિવલ્સ એન્ડ રિટેલ એસ્ટાબ્લિસ્મેન્ટ (ડીએફઆરઇ)ના સીઇઓ અહેમદ અલ ખાજાએ જણાવ્યું હતું.

(11:29 am IST)