Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે માત્ર જાપાન પાસે

નવી દિલ્હી: દર વર્ષની Henley & Partners માફક આ વર્ષે પણ પાસપોર્ટ ઇન્ડેક્સ ગ્લોબલ રેન્કિંગ જાહેર કરવામાં આવી છએ. આ એવી યાદી છે જેમાં જે તે દેશને તેના પાસપોર્ટના આધારે ક્રમાંક આપવામાં આવે છે. આ યાદીમાં નક્કી થાય છે કે દુનિયાનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ દુનિયાના ક્યા દેશ પાસે છે. શક્તિશાળી શબ્દ સાંભળતા જ કદાચ તમારા મનમાં અમેરિકાનો વિચાર આવ્યો હશે, પરંતુ પાસપોર્ટના મામલે આ ખિતાબ જાપાન પાસે છે. સતત ચોથા વર્ષે જાપાને આ યાદીમાં પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે.

          કોઇ પણ દેશના નાગરિકો તેના પાસપોર્ટ ઉપર કેટલા દેશોની વિઝા ફ્રી યાત્રા કરી શેકે છે, તેના આધારે આ રેન્કિંગ નક્કી થાય છે. એટલે કે પહેલાથી વિઝા લીધા વગર તે દેશના નાગરિકો ક્યા દેશમાં જઇ શકે છે તેના આધારે નક્કી કરવામાં આવે છે કે તેમનો પાસપોર્ટ કેટલો શક્તિશાળી છે. વિઝા વગર એવા દેશોની યાત્રા કરી શકાય છે કે જેઓ વિઝા ઓન અરાઇવલની સુવિધા આપતા હોય. આવી સુવિધા મિત્ર દેશોના નાગરિકોને આપવામાં આવે છે.

(6:30 pm IST)