Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

વધતા જતા કેસને ધ્યાનમાં લઈને બ્રિટન આવનાર દરેક વ્યક્તિ માટે કોરોના ટેસ્ટ બન્યો ફરજીયાત

નવી દિલ્હી: બ્રિટનની બોરિસ જોનસન સરકારે ગુરુવારે રાત્રે જાહેર કરેલા એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે હવે અન્ય દેશોમાંથી આવતા દરેક નાગરિકને કોવિડ-19 ટેસ્ટ કરાવવો જ પડશે. તેમાં બ્રિટિશ નાગરિકો પણ સામેલ છે. પરિવહન પ્રધાન ગ્રાન્ટ શેપ્સે કહ્યું કે- આ નિયમ સોમવારથી લાગુ થશે. ફક્ત 72 કલાક પહેલા જ જાહેર કરવામાં આવેલા રિપોર્ટ જ માન્ય રહશે. તે મુસાફર કયા દેશમાંથી આવ્યો છે તેનું પણ ધ્યાન રાખવામા આવશે. જો કોઈ વ્યક્તિ આગમન સમયે પોઝિટિવ મળી આવે છે, તો તેને 10 દિવસ માટે ક્વોરંટાઈન રહેવું પડશે.

         ગુરુવારે બ્રાઝિલમાં સંક્રમણની બીજી લહેરનું ભયંકર સ્વરૂપ જોવા મળ્યું. અહીં મૃત્યુઆંક 2 લાખને પાર થઈ ગયો છે. બ્રાઝિલિયન આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 87 હજાર 843 કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 1 હજાર 524 લોકોનાં મૃત્યુ થયાં. હવે આરોગ્ય મંત્રાલય દ્વારા તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ સંક્રમિતના ક્વોરંટાઈન પર સખત દેખરેખ રાખવામાં આવશે.

(6:31 pm IST)