Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

કીર્ગીસ્તાનમાં હિંસા પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવવામાં આવ્યો

નવી દિલ્હી:ઇટાલીએ જણાવ્યું છે કે કીર્ગીસ્તાનમાં હિંસા સમાપ્ત કરવા માટે રાજનીતિક સંવાદની પ્રક્રિયાને ફરીવાર શરૂ કરવામાં આવે ઇટલીના વિદેશ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલ માહિતી મુજબ કીર્ગીસ્તાનમાં રવિવારના રોજ સામાન્ય ચૂંટણી પછી ઉત્પન્ન થયેલ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી છે અને તેમણે જણાવ્યું છે કે હિંસાને તાત્કાલિક બંધ કરવામાં આવે  અને મતદાન રદ થવું જોઈએ  તેમજ રચનાત્મક રાજ્યિતિક વાર્તા પુનઃબહાલ કરવામાં આવે.

                વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વર્તમાન સ્થિતિ કીર્ગીસ્તાનની લોકતાંત્રિક વ્યવસ્થાને  ધ્યાનમાં રાખીને તાત્કાલિક હિંસાની પરિસ્થિતિ પર અંકુશ રાખી દેવામાં આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે. 

(5:39 pm IST)