Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

જાપાનમાં આવતા મહિનાથી હટાવવામાં આવશે 12 વિદેશી દેશોની યાત્રા પર લગાવવામાં આવેલ પ્રતિબંધ

નવી દિલ્હી: જાપાનમાં આવતા મહિનાથી 12 વિદેશી દેશોના યાત્રા પર લગાવવામાં આવેલ પ્રતિબંધને હટાવી દેવાની યોજના બનાવવામાં આવી રહી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસના કારણોસર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

દેશોની યાદીમાં ચીન,ઓસ્ટ્રેલિયા,ન્યુઝીલેન્ડ,દક્ષિણ કોરિયા,મલેશિયા,વિયતનામ,તાઇવાન  સહીત અન્ય દેશનો પણ સમાવેશ થઇ રહ્યો છે. વર્તમાનમાં જાપાન સરકારે 159 દેશો અને ક્ષેત્રોની યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો હતો. કોઈ પણ યાત્રીને જાપાનમાં પ્રવેશ કરવા અને જાપાન આવવા પછી કોરોના નેગેટિવ હોવું અનિવાર્ય છે.

(4:59 pm IST)