Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

દુબઈમાં અચાનક આકાશ લીલા રંગનું થઇ ગયું હોવાની માહિતી

નવી દિલ્હી:  સંયુક્ત આરબ અમીરાતમાં પડેલા ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું હતું. વિશ્વના શ્રેષ્ઠ શહેરોમાંનું એક દુબઈ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય એવું લાગી રહ્યું હતું. વરસાદ એટલો જોરદાર હતો કે એરપોર્ટ પર પણ પાણી ભરાઈ ગયું હતું અને આ પછી દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને થોડા સમય માટે ફ્લાઈટ્સનું સંચાલન બંધ કરવું પડ્યું હતું. આ દરમિયાન દુબઈમાંથી જ ઘણા ચોંકાવનારા અને ડરામણા વીડિયો સામે આવ્યા છે. 23 સેકન્ડના આ વીડિયોમાં દુબઈનું હવામાન એટલું ઝડપથી બદલાય છે કે આકાશ લીલા રંગનું થઈ જાય છે. આ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. જે જોઇને લોકો ડરી રહ્યા છે અને કમેન્ટ્સમાં પોતાનો ડર વ્યકત કરી રહ્યા છે. ગયા વર્ષેના એક લેખ અનુસાર, જ્યારે વાતાવરણમાં ફેલાયેલ પ્રકાશ વાદળોમાં બરફના ટીપાંને પ્રકાશિત કરે છે ત્યારે આવું થાય છે. નેશનલ વેધર સર્વિસ ઓફિસના એક અધિકારીઓએ જણાવ્યું હતું કે, "પર્યાપ્ત ઊંડાઈ અને પાણીની માત્રા સાથેના તોફાનના વાદળોમાં પાણી કે બરફના કણો મુખ્યત્વે વાદળી પ્રકાશને ફેલાવે છે. જ્યારે વાતાવરણમાં પથરાયેલો લાલ પ્રકાશ વાદળોમાં વાદળી પાણી કે બરફના ટીપાંને પ્રકાશિત કરે છે, ત્યારે તે લીલો ચમકતો દેખાય છે.

 

(5:22 pm IST)