Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

એક સર્વે મુજબ યુરોપ સૌથી વધુ ઝડપે ગરમ થતો ખંડ સાબિત થયો

નવી દિલ્હી: યુરોપ સૌથી વધુ ઝડપે ગરમ થઈ રહેલો ખંડ છે, અને તેનું ઉષ્ણાતામાન વૈશ્વિક સરેરાશ કરતાં બમણી ઝડપે વધી રહ્યું છે. તેમ બે ટોચની કલાઈમેંટ મોનિટરીંગ સીસ્ટમ્સ જણાવે છે. સોમવારે તેણે આપેલા અહેવાલમાં સાથે તેવી પણ ચેતવણી ઉચ્ચારી હતી કે તેની માણસોની ઉપર તેમજ હિમ-સ્તર પર પણ ઋણાત્મક અસર થઈ રહી છે. હીમ-સ્તર ઝડપભેર ઘટી રહ્યું છે. વધુમાં માનવીઓની કાર્યશક્તિ ઉપર તેમજ કાર્યવાહી ઉપર પણ આ વધી રહેલા ઉષ્ણાતામાનની ઋણાત્મક અસર થઈ રહી છે. તેમ યુનોનું 'વર્લ્ડ-મીટીયોરોજીકલ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએમઓ) તથા યુરોપીયન યુનિયનની કલાઈમેંટ એજન્સી કોપરનિક્સ જણાવે છે.'આ બંને સંસ્થાઓએ પ્રસિદ્ધ કરેલા સંયુક્ત અહેવાલમાં અનુરોધ કરવામાં આવ્યો છે કે, આ સંયોગોમાં પવન, સૂર્ય તથા જળ પ્રવાહથી ચાલતા વિદ્યુત સંયંત્રો તરફ ઝડપભેર આગળ વધવાની જરૂર છે. તો જ આ ઋતુ પરિવર્તનોની અસર દૂર કરી શકાશે. ગત વર્ષે યુરોપે તેની ૪૩ ટકા વિદ્યુત આવા રીન્યુએબલ રીસોર્સીસ (પુનર્નિમિત થઈ શકે તેવાં સંસાધનો દ્વારા પ્રાપ્ત કરે છે. છેલ્લાં પાંચ વર્ષની ઉષ્ણતામાનની સરેરાશ જોતાં નિશ્ચિત થઈ રહ્યું છે કે, યુરોપનું ઉષ્ણતામાન ૨.૩ ડીગ્રી (૪.૧ ફેરન હીટ) જેટલું ઔદ્યોગીકરણ પછી વધ્યું છે. આ અહેવાલ ૨૦૧૫ની પેરિસમાં મળેલી વિશ્વ ઋતુ પરિષદે મુકેલી ૧.૫ ડીગ્રી સેલ્સિયસની મર્યાદા જાળવવા કરેલાં સૂચન કરતાં છે.

 

(6:31 pm IST)