Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

કન્યાએ BFને જીવતે જીવ બર્થડે પાર્ટીમાં આપ્યું ફયુનરલનું સરપ્રાઇઝ

લંડન, તા.૨૪: કોઈ જીવતે જગતિયું કરવાની પરંપરા ભારતમાં દ્યણી સંસ્કૃતિઓમાં છે, પણ જીવતેજીવ કોઈને તેનું ફ્યુનરલ અટેન્ટ કરવાની સરપ્રાઇઝ આપીએ તો શું થાય? એમાંય તમારી બર્થડેના દિવસે ગર્લફ્રેન્ડ તમારું ફ્યુનરલ યોજે તો-તો આવી જ બનેને? જોકે બ્રિટનના સ્કાયલર નામના ભાઈને તેમની ૩૩મી વર્ષગાંઠ વખતે ગર્લફ્રેન્ડ એલી મેકકેન દ્વારા જબરી સરપ્રાઇઝ મળી હતી. સામાન્ય રીતે જન્મદિવસની પાર્ટીમાં કેક, બલૂન્સ, ગેમ્સ અને લાઉડ મ્યુઝિક સાથે મસ્તી થતી જોવા મળે છે, પણ એલીએ તેના બોયફ્રેન્ડને તેનું જ ફ્યુનરલ અટેન્ડ કરવાની સરપ્રાઇઝ આપી હતી. સામાન્ય રીતે સ્વજનના મૃત્યુ બાદ લોકો તેના વિશે સારું-સારું બોલતા હોય છે જે આપણને કદી જીવતેજીવ સાંભળવા મળતું જ નથી. એલીએ સ્કાયલરના તમામ ફ્રેન્ડ્સને શોકસભામાં આવતા હોય એવા કપડાં પહેરીને આવવા જણાવેલું. વચ્ચે નકલી કોફિન પણ મૂકવામાં આવેલું. ડીમ લાઇટ અને ડલ વાતાવરણમાં મિત્રો જાણે સ્કાયલર આ દુનિયામાં રહ્યો નથી એમ વર્તી રહ્યા હતા. સ્કાયલરને પણ કહેવામાં આવેલું કે તું જાણે ભૂત થઈને આ માહોલમાં ફરી રહ્યો હોય એમ તારે એ ઘટનાને વીટનેસ કરવાની છે. પોતાના મૃત્યુ બાદ મિત્રો અને સ્વજનો કેવું રીએકટ કરશે, કેવું રડશે, શું બોલશે એ બધું જ નજરોનજર જોઈને સ્કાયલરભાઈ પણ ગદગદ થઈ ગયા.

(12:39 pm IST)
  • ' આલે....લે " : ઉત્તર પ્રદેશમાં 1 કરોડ 9 લાખ ગ્રાહકો એવા છે કે જેમણે ક્યારેય વીજળીનું બિલ ભર્યું જ નથી : આ ગ્રાહકો પૈકી 96 ટકા ગ્રામ્ય વિસ્તારના છે જેમની પાસે અધધ...68 હજાર કરોડ રૂપિયા લેવાના બાકી છે : યુ .પી.પાવર કોર્પોરેશન લિમિટેડના ચેરમેને ટ્વીટર ઉપર આપી માહિતી access_time 1:33 pm IST

  • દેશમાં કોરોના ધીમો પડ્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 53,934 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 78,13,667 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,80,881 થયા:વધુ 66,994 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 70,13,569 રિકવર થયા : વધુ 655 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,17,992 થયો: રિકવરી રેઈટ 90 ટકાની નજીક પહોંચ્યો access_time 1:00 am IST

  • '૫૦' વટાવી ચુકેલ પોલીસોની દાંડાઇ હવે યોગી સરકાર ચલાવી નહિ લ્યે : ૫૦ વર્ષથી મોટા ઉમરના અને કામ નહિ કરતા પોલીસ કર્મીઓનું લીસ્ટ યોગી સરકાર તૈયાર કરાવી રહી છે. આ બધાને વહેલા સેવા નિવૃત કરી દેવાશે રાજયના તમામ પોલીસ વડાને લીસ્ટ તૈયાર કરવા યોગી આદિત્યનાથે ફરી આદેશ આપ્યો access_time 3:04 pm IST