Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

મીની મુન હોઇ શકે છે ચંદ્રનો જ ટુકડો

છેલ્લા આઠ વર્ષથી પૃથ્‍વી અને સૂર્યની કરે છે પરિક્રમા

વોશીંગ્‍ટન તા. રપઃ ચીનના વૈજ્ઞાનીકોએ પૃથ્‍વી અને સૂર્યની પરિક્રમા કરી રહેલ રહસ્‍યમય ક્ષુદ્રગ્રહ અંગે જણાવેલ કે, આ પીંડ ચંદ્રનો ટુકડો હોય શકે છે. તેમણે ચંદ્રમાંની તે જગ્‍યા પણ શોધી લીધી છે જયાં આ ટુકડો અલગ થયો હોવાની શકયતા છે. પહેલા કામો ઓલેવા તરીકે ઓળખાતા આ ટુકડાને હવે મીની મુન નામ આપવામાં આવ્‍યું છે.

ચીને ર૦રપમાં આ ક્ષુદ્રગ્રહ સુધી સ્‍પેસ મીશન મોકલી સેમ્‍પલ લેવાની પણ યોજના બનાવે છે. તિયાનવેન-ર નામનું મિશન લગભગ અઢી વર્ષ બાદ મીની મુનનો નમુનો લઇને પરત ફરશે.

(3:05 pm IST)