Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

જિયોએ શરૂ કરી 5Gની તૈયારી : ૫૭,૦૦૦ કરોડના સ્પેકટ્રમ ખરીદયા

મોદી સરકારને મળી મોટી રકમ : જિયોએ આશરે ૫૭૦૦૦ કરોડ ખર્ચ્યા : અન્ય કંપનીઓએ પણ ખરીદ્યા સ્પેકટ્રમ

નવી દિલ્હી,તા. : ટેલિકોમ સ્પેકટ્રમની બે દિવસીય હરાજી મંગળવારે સંપન્ન થઈ હતી. રિલાયન્સ જિયો સમયગાળા દરમિયાન સૌથી વધુ ખરીદી કરનાર કંપની બની ગઈ છે. અંગે ટેલિકોમ સેક્રેટરીએ જણાવ્યું હતું કે રિલાયન્સ જિયો સ્પેકટ્રમ માટે ૫૭,૧૨૨.૬૫ કરોડ રૂપિયાની બોલી લગાવે છે.

ટેલિકોમ સચિવે કહ્યું કે બે દિવસમાં રૂ .૭૭,૮૧૪.૮૦ કરોડની સ્પેકટ્રમની ખરીદી કરવામાં આવી છે.ટેલિકોમ સચિવે કહ્યું કે સોમવારે ,૨૫૦ મેગાહર્ટઝ સ્પેકટ્રમની હરાજી શરૂ થઈ. તેની આરક્ષિત કિંમત આશરે ચાર લાખ કરોડ રૂપિયા હતી. હરાજીમાં ૮૦૦ મેગાહર્ટઝ, ૯૦૦ મેગાહર્ટઝ, ૧૮૦૦ મેગાહર્ટઝ, ૨૧૦૦ મેગાહર્ટઝ અને ૨૩૦૦ મેગાહર્ટઝ બેન્ડમાં બિડ મળી હતી. પરંતુ ૭૦૦ અને ૨૫૦૦ મેગાહર્ટઝમાં કોઈ બિડ મળી નથી.

રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (“RJIL”) જાહેરાત કરી છે કે, તાજેતરમાં ભારત સરકારના ટેલિકમ્યુનિકેશન વિભાગ દ્વારા હાથ ધરાયેલી સ્પેકટ્રમની હરાજીમાં ભારતના તમામ ૨૨ સર્કલમાં ઉપયોગ કરી શકાય તે મુજબના સ્પેકટ્રમ સફળતાપૂર્વક હાંસલ કર્યા છે.

RJILના માલિકીના સ્પેકટ્રમ ૫૫ ટકા વધીને ૧૭૧૭ MHZ થયા છે. સબ-GHZ અને ૨૩૦૦ બેન્ડ્સમાં સૌથી વધુ સ્પેકટ્રમ હોલ્ડિંગ હવે જિયો પાસે છે.

સાથે જિયો દ્વારા તમામ સર્કલમાં ૧૮૦૦ MHZમાં લઘુત્ત્ *૧૦ અને ૨૩૦૦ MHZમાં ૪૦ MHZ  સાથે સ્પેકટ્રમ ફૂટપ્રિન્ટ વધારવામાં આવી છે.

૧૫. વર્ષની સરેરાશ સ્પેકટ્રમ માલિકીની વેલિડિટી સાથે ય્JIL દ્વારા સંપૂર્ણ સ્પેકટ્રમ હકો હાંસલ કર્યા છે. જેમાં ખાસ કરીને ૫ઞ્ ટેકનોલોજીના ઉપયોગ માટે જરૂરી સ્પેકટ્રમ હાંસલ કર્યું.

ટેલિકોમ સેક્રેટરીએ માહિતી આપી કે વોડાફોન-આઇડિયાએ હરાજીમાં ,૯૯૩.૪૦ કરોડના સ્પેકટ્રમની ખરીદી કરી છે. કંપનીએ કહ્યું કે પાંચ સર્કલની હરાજીમાં તેણે જે સ્પેકટ્રમ ખરીદ્યું છે તે જી કવરેજ અને ક્ષમતા વધારવામાં મદદ કરશે. કંપનીએ કહ્યું કે આનાથી તે તેના ગ્રાહકોને 'શાનદાર ડિજિટલ અનુભવ' પ્રદાન કરી શકશે.

ભારતી એરટેલે જણાવ્યું હતું કે તેણે ૧૮,૬૯૯ કરોડ રૂપિયાના સ્પેકટ્રમ મેળવ્યા છે. કંપનીએ કહ્યું કે આનાથી તેને ભવિષ્યમાં જી સેવાઓ પૂરી પાડવામાં સફળતા મળશે. કંપનીએ કહ્યું કે હવે તેને દેશભરમાં ગીગાહર્ટ્ઝ સ્પેકટ્રમ મળી ગયો છે, જેથી કંપની હવે શહેરોમાં આવેલા દ્યરો અને ઓફિસોની અંદરમાં પણ સારી કવરેજ આપી શકશે.

કુલ સ્પેકટ્રમમાંથી, ૭૦૦ મેગાહર્ટઝ બેન્ડ સ્પેકટ્રમના ત્રીજા ભાગનો હિસ્સો ધરાવે છે. સ્પેકટ્રમનું વેચાણ ૨૦૧૬ ની હરાજીમાં થયું હતું. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ગીગાહર્ટઝ બેન્ડની નીચેના અન્ય સ્પેકટ્રમ ઓછા ભાવે ઉપલબ્ધ છે. તેથી મોટાભાગના ઓપરેટર્સ નવા સ્પેકટ્રમમાં રોકાણ કરવા માંગતા નથી, કારણ કે તેમને ઉપકરણો પર વધુ ખર્ચ કરવો પડશે.

રિલાયન્સ જિયોએ બે દિવસીય ટેલિકોમ સ્પેકટ્રમ હરાજીમાં તમામ ૨૨ સર્કલમાં સ્પેકટ્રમ ખરીદ્યો છે. ખરીદી પછી, રિલાયન્સ જિયો પાસે કુલ ૧૭૧૭ મેગા હર્ટ્ઝ (અપલિંક+ ડાઉનલિંક) હશે જે પહેલા કરતા ૫૫ ટકા વધારે છે. સ્પેકટ્રમની મોટી ખરીદી દ્વારા રિલાયન્સ જિયોને વધુ મજબુત બનાવવાની અપેક્ષા છે.રિલાયન્સ જિયો દ્વારા ખરીદેલા સ્પેકટ્રમનો ઉપયોગ જી સેવા પ્રદાન કરવા માટે પણ થઈ શકે છે. રિલાયન્સ જિયોએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેણે સ્વદેશી જી ટેકનોલોજી વિકસાવી છે, જેનું યુ.એસ. માં પરીક્ષણ કરવામાં આવ્યું છે. રિલાયન્સના માલિક મુકેશ અંબાણીએ પણ વર્ષે જી સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે.

(10:17 am IST)