Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

કર્મચારીઓની હડતાળ બની મુસીબત

વિજળી સપ્લાય થયો ઠપ્પ : આખી રાત અંધારામાં રહ્યા યુપીના કરોડો લોકો: પીવાના પાણી માટે પણ લોકો તરસ્યા

લખનૌ,તા.૬ : પૂર્વાંચલ વિદ્યુત વિતરણ નિગમ લિમિટેડના ખાનગીકરણ સામે ઉત્ત્।ર પ્રદેશમાં વિજળી વિભાગના કર્મચારી-અધિકારીઓ હડતાલ પર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે હડતાળ પર ઉતરેલા પાવર કર્મચારી સંયુકત સંઘર્ષ સમિતિ અને સરકાર વચ્ચે સોમવારે વાટાદ્યાટો પણ કરવામાં આવી હતી, જે નિષ્ફળ ગઈ હતી. ઉલ્લેખનીય છેકે આ સમિતિએ આજથી સમગ્ર રાજયમાં આંદોલનની જાહેરાત કરી છે.

પૂર્વ ઉત્ત્।રપ્રદેશના વારાણસી, દેવરિયા, ચંદૌલી, આઝમગઢ, મઉ, મિર્ઝાપુર, ગાઝીપુર, પ્રયાગરાજ, બારાબંકી, પ્રયાગરાજ સહિતના અનેક જિલ્લાઓમાં વીજ વિભાગના કર્મચારીઓની હડતાલને પગલે વિજળી ગુલ થઈ છે. ત્યારે બીજી તરફ ચંદોલીમાં પણ વીજ વિભાગના કર્મચારીઓએ કામગીરીનો બહિષ્કાર કર્યો છે.

વિભાગના કર્મચારીઓએ જિલ્લાના દીનદયાળ ઉપાધ્યાય નગરના ચંદાસી ખાતેના વીજ ઘરને તાળા મારીને વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે દીનદયાળ ઉપાધ્યાય નગર સહિતના વિસ્તારના ડઝનબંધ ગામો અંધકારમાં ગરકાવ થઈ ગયા છે.

હડતાલી કર્મચારીઓએ વિજળી વિભાગની કચેરીમાં દિવાલ પર લખેલા અધિકારીઓ અને કર્મચારીઓના મોબાઇલ નંબર પણ કાળી શાહીથી મિટાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટી તંત્રે તમામ પેટા કેન્દ્રો પર અન્ય વિભાગના કર્મચારીઓને તૈનાત કર્યા છે. દીનદયાળ ઉપાધ્યાય નગરમાં ચંદાસી પાવર હાઉસમાં પોસ્ટ કરાયેલા લેખપાલ ત્રિલોકી નાથે જણાવ્યું હતું કે વિજળીની આપૂર્તિ પર નજર રાખવા માટેમોકલવામાં આવ્યો હતો, પરંતુ અહીં તાળું લટકતું મળી આવ્યું હતું. તૈનાત પ્રોબેશન અધિકારીઓ પણ હાજર છે. વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે.

(10:15 am IST)