Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

એક મહિનામાં ૩ રૂપિયાથી વધુ સસ્તું થયુંડીઝલ

આજે ઓઇલ કંપનીઓ એ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો

નવી દિલ્હી,તા.૬ : : ગત એક મહિનાના સમયમાં સરકારી ઓઇલ કંપનીઓ એ ડીઝલના ભાવમાં દ્યણો દ્યટાડો કર્યો છે. ગત ૩ ઓગસ્ટથી સમયાંતરે તેના ભાવમાં દ્યટાડો થયા બાદ તેનો ભાવ સ્થિર રહ્યો. તેના કારણે મહિનાના સમયગાળામાં ડીઝલ ૩.૧૦ રૂપિયા પ્રતિ લીટર સસ્તું થઈ ચૂકયું છે. જોકે, આજે ઓઇલ કંપનીઓ એ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૮૧.૦૬ રૂપિયા પર સ્થિર છે. બીજી તરફ એક લીટર ડીઝલનો ભાવ ૭૦.૪૬ રૂપિયા છે.

દિલ્હી- પેટ્રોલ ૮૧.૦૬ રૂપિયા અને ડીઝલો ૭૦.૪૬ રૂપિયા પ્રતિ લીટર છે.

મુંબઈ- પેટ્રોલ ૮૭.૭૪ રૂપિયા અને ડીઝલો ૭૬.૮૬ રૂપિયા પ્રતિ લીટર છે.

કોલકાતા- પેટ્રોલ ૮૨.૫૯ રૂપિયા અને ડીઝલો ૭૩.૯૯ રૂપિયા પ્રતિ લીટર છે.ચેન્નઈ- પેટ્રોલ ૮૪.૧૪ રૂપિયા અને ડીઝલો ૭૫.૯૫ રૂપિયા પ્રતિ લીટર છે.

રોજ સવારે ૬ વાગ્યે જ નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એકસાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ તેનો ભાવ લગભગ બે ગણો થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવ ગબડ્યા છે અને રૂપિયામાં મજબૂતી પરત ફરી છે. એવામાં એકસપર્ટ્સ સ્થાનિક સ્તર પર પેટ્રોલ – ડીઝલના ભાવમાં ઘટાડાનું અનુમાન લગાવી રહ્યા છે.

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકસાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે ૬ વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.

(10:16 am IST)