Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

રિયા - શોવિકને ૨૦ ઓકટોબર સુધી જેલમાં રહેવું પડશે

મુંબઇની સેશન્સ કોર્ટે બંનેના રિમાન્ડ ૧૪ દિવસ સુધી વધાર્યા

મુંબઇ તા. ૬ : બોલીવુડ એકટ્રેસ રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શોવિકની મુશ્કેલીઓ ખત્મ થવાનું નામ લઇ રહી નથી. બંને ભાઇ-બહેન ડ્રગ્સ કેસમાં મુંબઇની જેલમાં બંધ છે.

૬ ઓકટોબરે રિયાના રીમાન્ડ પૂરા થવાના હતા. પરંતુ હજુ થોડોક સમય જેલમાં રહેવું પડશે.

રિયા ચક્રવર્તીને હજુ ૧૪ દિવસ જેલમાં રહેવું પડશે. આજે મુંબઇની સેશન્સ કોર્ટે રિયા તેના ભાઇની રીમાન્ડને ૨૦ ઓકટોબર સુધી વધારવામાં આવી છે. રિયા અને શોવિકને ડ્રગ કેસમાં એનસીબીની ધરપકડ કરવામાં આવતી હતી. રિયા ભાયખલા જેલમાં બંધ છે.

રિયા અને શોવિક અનેક વાર કોર્ટમાં જામીનની અરજી કરી છે પરંતુ દર વખતે તેની જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.

એનસીબીએ ૮ સપ્ટેમ્બરે ૨૮ વર્ષીય બોલીવુડ એકટ્રેસ રિયાની ધરપકડ કરવામાં આવી હતી. રિયા અને શોવિક તે ૨૦ લોકોમાંથી છે જેની કેટલાક સપ્તાહમાં એનસીબીએ ધરપકડ કરી છે.

એનસીબી સુશાંતના મોતના મામલા સાથે જોડાયેલા ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહી છે ત્યારે રિયાનું નામ સામે આવ્યું હતું.

(3:12 pm IST)