Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

કોરોનાની આડઅસર : દર્દી કોરોનામાંથી તો સાજા થઇ ગયા પણ હવે રહે છે ચિંતાગ્રસ્ત

દર્દીઓના વ્યવહારમાં ફેરફારથી કુટુંબીજનોની પરેશાનીમાં વધારો : અમુકને એકલા રહેવાની પડી ગઇ છે આદત

બાડમેર, તા. ૬ : કોરોના મહામારીને અસર કેટલાક લોકો પર એવી હાવી થઇ છે કે તેમને હવે બીજી બિમારીઓ જકડવા લાગી છે. કોરોના સંક્રમણમાંથી સાજા થયેલા ઘણા લોકોના સ્વાભાવ બદલાઇ ગયા છે હવે તેઓ કોરોનાની બિમારી અંગે વધુ ચિંતિત થઇ જાય છે. આવા દર્દીઓની બેચેની અને ચિંતા તેમના પરિવારજનો માટે મોટી પરેશાની બનતી જાયછે. આવા દદીૃઓના પરિજનો તેમને ચિંતામાંથી મુકત કરાવા માટે ઇલાજ કરાવી રહ્યા છે.

નિષ્ણાંતોનું કહેવુ છે કે કોઇ દર્દી સાજો થયા પછી જો તેનામાં વ્યવહારમાં ફેરફાર જણાય તો તેને કોઇ નિષ્ણાંતને તાત્કાલિક બતાવવું જેથી સમયસર તેની સારવાર થઇ શકે. નહીંતર ચિંતા અને વ્યવહારમાં ફેરફારના લક્ષણો ધીમેધીમે વધવા લાગે છે.

અનિલને જુલાઇમાં કોરોના થયો હતો. હોસ્પિટલમાં સારવાર પછી તે સાજો તો ઇ ગયો પણ તેના પરિવારજનોના કહેવા અનુસાર તેના વ્યવહારમાં પરિવર્તન આવી ગયું છે. કોઇપણ વસ્તુને અડવામાં તેને બીક લાગે છે. હાથ અડાડતા પહેલા તે પુછે છે કે કયાંક કોરોના તો નહીં થઇ જાયને આવો જ એક કેસ સુરેશના છે. કોરોનામાંથી સાજા થયા પછી હવે તેની આદતથી ઘરના બધા લોકો પરેશાન છે હવે તે વારે સમય એકલો જ રહે છે પરિવારજનો જણાવે છે કે પહેલા તે આવો ન હોતો એકલા રહેવું તેને જરાય ન ગમતું તે બધાની સાથે રહેતો હતો. મહામારીમાંથી સજા થયા પછી તેનો આ વ્યવહાર પરિવારજનો માટે હવે પરેશાની રૂપ બની ગયો છે.

(3:13 pm IST)