Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

યુ.એસ.માં ઓરીન્ડા સીટી કાઉન્સિલર તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા એટર્ની સુશ્રી લતિકા મલકાણીએ ઉમેદવારી નોંધાવી : શહેરને પારદર્શક વહીવટ આપવાની સાથે લોકોનું જીવન ધોરણ સુધારવાની નેમ

કેલિફોર્નિયા : યુ.એસ.માં નોર્ધર્ન કેલિફોર્નિયાના ઓરીન્ડા સીટી કાઉન્સિલર તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા એટર્ની સુશ્રી લતિકા મલકાણીએ ઉમેદવારી નોંધાવી છે.તેઓ છેલ્લા 16 વર્ષથી  ઓરીન્ડામાં  નિવાસ કરે છે.તથા ઓરીન્ડાના પ્રજાજનોની સેવાઓ માટે સતત કાર્યરત રહ્યા છે તથા તે માટે અનેક કલાકો આપ્યા છે.જે અંતર્ગત તેમણે સ્કૂલ ,સ્પોર્ટ્સ ,ડિબેટ ,તથા ચેરીટેબલ ઓર્ગેનાઈઝેશન્સને નેતૃત્વ પૂરું પાડયું છે.તેઓ નોનપ્રોફિટ હેલ્થકેર સહીત જુદા જુદા ઓર્ગેનાઈઝેશન્સ સાથે જોડાયેલા છે.તથા  શહેરને પારદર્શક વહીવટ આપવાની સાથે લોકોનું જીવન ધોરણ સુધારવાની નેમ ધરાવે છે.તેઓ  વિજય માટે આશાવાદી હોવાનું જણાવે છે.

(7:51 pm IST)