Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

બિહાર ચૂંટણી :ભાજપના 27 ઉમેદવારોની યાદી જાહેર : શ્રેયસી સિંહને જમુઇ બેઠક પરથી ટિકિટ

પ્રથમ તબક્કામાં 16 જિલ્લાની 71 બેઠકો પર મતદાન થશે

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીએ બિહાર વિધાનસભાની ચૂંટણી માટે 27 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. તાજેતરમાં ભાજપમાં જોડાયેલા શ્રેયાસી સિંહને પાર્ટીએ જમુઇથી ઉમેદવાર બનાવ્યા છે. શ્રેયસી સિંહ પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિગ્વિજય સિંહની પુત્રી છે.

 

શ્રેયસીસિંહ રવિવારે ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં સામેલ થયા બાદ તેઓ પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાને પણ મળ્યા હતા. આ ઉપરાંત પાર્ટીએ કહાલગાંવથી પવનકુમાર યાદવ, બાંકાથી રામનનારાયણ મંડળ, મુંગેરથી પ્રણવ યાદવ, લાખીસરાયમાંથી વિજય કુમાર સિંહા, બાઢતી જ્ઞાનેન્દ્રસિંહ જાનુ, કારાકાટથી રાજેશ્વર રાજને ટિકિટ આપી છે. ભાજપે તે બેઠકો માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જ્યાં પહેલા તબક્કા હેઠળ મતદાન થવાનુ છે. પ્રથમ તબક્કામાં 16 જિલ્લાની 71 બેઠકો પર મતદાન થશે. આ માટે નામાંકન કરવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. એટલે કે નોંધણી માટે હજી બે જ દિવસ બાકી છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાના શૂટર શ્રેયાસી સિંહની લાંબા સમયથી રાજકારણમાં આવવાની ચર્ચા થઈ હતી. શ્રેયાસીએ 2018 કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં શ્રેયસીએ શૂટિંગની ડબલ ટ્રેપ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. રમતગમતના તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને અર્જુન એવોર્ડ પણ એનાયત થયો છે. શ્રેયસીની માતા પુતુલ સિંહ પણ સાંસદ રહી ચુક્યા છે. પુતુલ સિંહ બાંકા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડતા હતા. બાન્કા બેઠક 2019 ની ચૂંટણીમાં જેડીયુના ખાતામાં ગઈ હતી.

(8:40 am IST)