Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

બિહાર ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો: પાર્ટી ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ લોજપામાં જોડાયા

હવે દિનારા સીટ પરથી ચૂંટણી લડી શકે :દિનારા બેઠક જેડીયુના ખાતામાં જતા રાજેન્દ્રસિંહે એલજેપીમાં સામેલ થયા

પટનાઃ બિહાર ચૂંટણીની  જાહેરાત બાદથી બિહારમાં રાજકીય હલચલ વધી છે બિહાર ભાજપના ઉપાધ્યક્ષ રાજેન્દ્ર સિંહ લોક જનશક્તિ પાર્ટી (LJP)માં જોડાયા છે. ચિરાગ પાસવાને રાજેન્દ્ર સિંહને એલજેપીનું સભ્ય પદ આપ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે રાજેન્દ્ર સિંહ હવે દિનારા વિધાનસભા સીટથી ચૂંટણી લડી શકે છે. 

એલજેપીમાં સામેલ થયા બાદ રાજેન્દ્ર સિંહે કહ્યુ કે, દિનારા સીટની જનતાના દબાવમાં આ ક્ષેત્રથી ચૂંટણી લડવા જઈ રહ્યો છું. લોકોના ભરપૂર પ્રેમને નજરઅંદાજ ન કરી શકું. મેં કોઈપણ સ્થિતિમાં આ ક્ષેત્રમાંથી ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે. આ વિશે એલજેપી સાથે વાત થઈ ગઈ છે. મહત્વનું છે કે દિનારા સીટ જેડીયૂના ખાતામાં ગઈ છે. અહીંથી નીતીશ કુમારે મંત્રી જય કુમાર સિંહને ટિકિટ આપી છે. 

(12:49 am IST)